મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

ટ્રમ્પની જાહેરાતથી શેરબજારમાં ઉછાળો : નીફટી ૧૧૦૦૦ની ઉપરઃ ડોલર સામે રૂપિયો ૭૧.ર૭

મુંબઇ, તા. ૧૪ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની આયાતો પર ટેરિફ લાદવાની મુદ્દત પાછી ઠેલતા વૈશ્વિક બજારોની સાથે બુધવારે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

ટ્રમ્પે ચીનની કેટલીક આયાતો પર ૧૦ ટકા ડયુટી ઝીંકવાની ૧ સપ્ટેમ્બરની સમય મર્યાદા પાછી ઠેલતા વિશ્વભરના બજારોમાં પોઝિટિવ હવામાન જોવા મળ્યું હતું. આજે સવારે એશિયાના અન્ય બજારો પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.

બપોરે ર-૧પ કલાકે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૮૮ પોઇન્ટ વધીને ૩૭૪૪૬ અને નીફટી ૧૪૩ પોઇન્ટ વધીને ૧૧૦૬૮ ઉપર ટ્રેડ કરે છે : ડોલર સામે રૂપિયો ૭૧.ર૭ ઉપર પહોંચ્યો છે : આજે મેટલ-બેંક-ટેલીકોમ-બેંક-એફએમસીજી શેરોમાં લેવાલી હતી તો હેલ્થકેર-પાવર સેકટરમાં વેંચવાલી હતી : ગેટવે ૧૧૧, રિલા. ઇન્ફ્રા. ૪૯, કેરરેટીંગ પ૭૩, સ્પાઇસ જેટ ૧૪૦, ટાટા સ્ટીલ ૩૬૬, યસ બેંક ૭૭, ટાટા મોટર્સ ૧ર૧, સન ફાર્મા ૪૧૮, એનસીસી ૬૧, કોફીડે ૬૬ ઉપર છે

(3:32 pm IST)