મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

સોનામાં સતત તેજીને બ્રેકઃ હાજરમાં ૧૫૦ અને બીલમાં પ૦૦ રૂ. ઘટયા

સોનુ ૧૦ ગ્રામમાં હાજરમાં ભાવ ઘટીને ૩૭૧૦૦ અને બીલમાં ઘટીને ભાવ ૩૮પ૦૦ રૂ. થયા

રાજકોટ, તા., ૧૪: સોનામાં સતત તેજીને આજે બ્રેક લાગી હતી. સોનામાં ૧૦ ગ્રામે હાજરમાં ૧પ૦ અને બીલમાં પ૦૦ રૂપીયાનો ઘટાડો નોંધાયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સોનામાં ચાલી રહેલ સતત તેજી અટકી હતી. હાજરમાં સોનામાં ૧૦ ગ્રામે ૧પ૦ રૂ. ઘટતા સોનાના ભાવ ૩૭રપ૦ રૂ. હતા તે ઘટીને આજે ૩૭૧પ૦ રૂ. થયા છે. સોનાના બિસ્કીટે ૧પ૦ રૂ.નું ગાબડુ પડતા બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ઘટીને ૩,૭૧,પ૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. તેમજ સોનુ ૧૦ ગ્રામ બીલના ભાવોમાં પ૦૦ રૂ. ઘટી ગયા છે. ગઇકાલે સોનુ ૧૦ ગ્રામના ભાવ ૩૯,૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે ૩૮,પ૦૦ રૂ. થઇ ગયા છે.

જો કે ચાંદીના ભાવમાં આજે કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૪ર,૮૦૦ રૂ. હતા.

(3:18 pm IST)