મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે

ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના

નવી દિલ્હી, તા.૧૪: અમિત શાહના નેતૃત્વમાં જ આ ૪ રાજયોમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકશે, ભાજપે કર્યો ખુલાસો.

આવનારા ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અમિત શાહના નેતૃત્વમાં જ લડાવાની છે. આ વર્ષના અંતમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય રાજયો ભાજપની દ્રષ્ટિથી ખૂબ જ અગત્યના છે.

ભાજપને પોતાનો નવો રાષ્ટ્રીય અધ્યક્ષ આ ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણી બાદ જ મળવાનો છે. અમિત શાહના નેતૃત્વમાં ભાજપે લોકસભામાં પ્રચંડ જીત નોંધાવતા ૩૦૩ સીટો મેળવી છે. અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. નવા અધ્યક્ષ અને આખા દેશમાં સંગઠનની ચૂંટણી માટે ભાજપે રાધામોહન સિંહના નેતૃત્વમાં ચૂંટણી સમિતિની રચના કરી દીધી છે.

પરંતુ આખા દેશમાં સંગઠનની ચૂંટણીમાં મોડું થતાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ૧૫મી ડિસેમ્બર બાદ જ શકય થવાની સંભાવના છે. જે કાર્યક્રમ નક્કી કરાયો છે તે પ્રમાણે સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ૧૧ સપ્ટેમ્બરથી શરૂ થશે. ૧૧ ઓકટોબરથી ૩૧ ઓકટોબરની વચ્ચે મંડળ સ્તરના અધ્યક્ષની ચૂંટણી સંપન્ન કરાશે. જયારે ૧ થી ૧૫ ડિસેમ્બર સુધીમાં રાજય અધ્યક્ષો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી કરાશે.

સ્થાનિક અને રાજયના સ્તર પર સંગઠનની ચૂંટણી સંપન્ન થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરાશે તેની પ્રક્રિયા પણ અંદાજે ૧૫ દિવસથી ૧ મહિના સુધી ચાલી શકે છે. એટલે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપને ૧૫જ્રાક ડિસેમ્બર બાદ મળવાના છે. ચૂંટણી પ્રક્રિયામાં મોડું થતાં દેશભરમાં ભાજપ સદસ્યતા અભિયાન ચલાવાની છે. સદસ્યતા અભિયાન પહેલાં ૧૧ ઓગસ્ટ સુધી ચાલવાનું હતું જે હવે ૨૦ ઓગસ્ટ સુધી ચાલવા જઇ રહ્યું છે.

(1:28 pm IST)