મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

હોંગકોંગ હવે રણ ભૂમિમાં ફેરવાશે? ચીની લશ્કર આગળ વધી રહ્યું છે

ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવોઃ હોંગકોંગમાં શાંતિપુર્ણ પ્રચંડ દેખાવો ચાલુ

વોશિંગ્ટનઃ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારના રોજ દાવો કર્યો કે ચીનની સરકાર હોંગકોંગની બોર્ડર તરફ પોતાની સેના આગળ વધારી રહી છે. ટ્રમ્પે ટ્વીટ કરી આ દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે આ ટ્વીટ એવા સમયમાં કરી છે જયારે હોંગકોંગમાં મોટાપાયા પર વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. આ પ્રદર્શનના લીધે ત્યાંના અર્થતંત્રને લઇ વિમાન ઉડયનો સુદ્ઘાં પ્રભાવિત થઇ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ એ મંગળવારના રોજ ટ્વીટ કરી - અમારી ઇન્ટેલિજન્સે અમને કહ્યું કે ચીનની સરકાર હોંગકોંગની સરહદની તરફ સેના આગળ વધારી રહી છે. તમામ લોકો શાંત અને સુરક્ષિત રહો. આની પહેલાં ટ્રમ્પે એક ટ્વીટ કરી એમ પ્રશ્ન કર્યો હતો કે વિસ્તારમાં ઉભી થયેલ સ્થિતિ માટે તેમને જવાબદાર કેમ ગણાવી રહ્યા છે? ટ્રમ્પે ટ્વીટ કરી - હોંગકોંગમાં ચાલી રહેલ પરેશાનીઓ માટે કેટલાંક લોકો મને અમેરિકાને જવાબદાર ગણાવી રહ્યા છે. હું વિચારી પણ નથી શકતો (આવું) કેમ?

  હોંગકોંગ એરપોર્ટ પર પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે આક્રમક ઝડપ થઇ. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓના ડિપાર્ચર ટર્મિનલને બ્લોક કરવાના લીધે હોંગકોંગથી ફ્લાઇટ્સ કાં તો કેન્સલ થઇ ગઇ અથવા તો મોડી ઉડાન ભરી શકી. તાજા માહિતી પ્રમાણે તાજેતરની અથડામણોમાં ચાર લોકોની ધરપકડ કરાઇ છે.

જો કે વાત એમ છે કે કોઇ વ્યકિતને ચીનને પ્રત્યર્પણ કરવા સંબંધિત બિલને લઇ ભડકેલ ગુસ્સા બાદ હોંગકોંગના લાખો લોકો રસ્તા પર છે. બ્રિટને ૧૯૯૭માં હોંગકોંગની વચ્ચે ચીનને સોંપ્યું હતું. હવે આટલા વર્ષો બાદ ચીન શાસનની સમક્ષ સૌથી મોટો પડકાર ઉભો થઇ ગયો છે.

(1:28 pm IST)