મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

હવે રેલવે સ્ટેશને 5 દિવસથી વધુ સમય વાહન રાખશો તો બિનવારસી ગણાશે:આરપીએફ કરી શકશે કાર્યવાહી

મુંબઈ ડિવિઝનના સબર્બન રેલવે સ્ટેશનોમાં વાહનો સામે કાર્યવાહી શરૂ

મુંબઈ : હવે જો રેલવે સ્ટેશને વાહન  પાંચ દિવસથી વધુ પડી રહેશે તો આરપીએફ કાર્યવાહી કરી શકે છે અને આવા વાહનોને બિનવારસી ઘોષિત કરી શકે છે પશ્ચિમ .રેલવેના મુંબઈ ડિવિઝનના સબર્બન રેલવે સ્ટેશનો પર આરપીએફે આ પ્રકારના પડી રહેલા વાહનો પર કાર્યવાહી શરુ કરી દીધી છે

  .આગામી દિવસોમાં નોન સબર્બન રેલેવે સ્ટેશનો પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું આરપીએફ સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે.છેલ્લા 2 દિવસમાં આરપીએફને 200થી વધુ એવા વાહનો મળ્યા હતા કે જે 5 કે તેથી વધુ દિવસોથી રેલેવે સ્ટેશનના પાર્કિંગમાં પડ્યા હોય.જે વાહનોના માલિકો પોતાના જપ્ત થયેલા વાહનો છોડાવવા આવ્યા હતા એમને દંડ ફટકારવામાં આવ્યો હતો.

(12:58 pm IST)