મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

સર્વિસ ચાર્જના નામે ગ્રાહકોને લૂંટવાનું બંધ કરજોઃ ઉપભોકતા ખરડો આવી રહયો છે

કન્ઝયુમર કોર્ટનું નામ બદલીને કન્ઝયુમર કમિશન થઇ જશેઃ રામ વિલાસ પાસવાનઃ કન્ઝયુમર પ્રોટેકશન બીલ - ૨૦૧૯ હેઠળ ખરીદી કર્યા વિના ફરીયાદ થઇ શકશેઃ સામાન ખરીદ્યો હોય તે સ્થળેથી જ નહિ, ગ્રાહક ગમે ત્યાંથી ફરીયાદ કરી શકે છેઃ વકીલ રાખવાની જરૂર નથી

 નવી દિલ્હીઃ સર્વિસ ચાર્જના નામે હવે ગ્રાહકો સાથે થતી છેતરપીંડીના કેસમાં સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉપભોકતા મંત્રી રામવિલાસ પાસવાને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મીડિયાને સંપૂર્ણ જાણકારી આપતા કહ્યુ કે, તેમણે ઉપભોકતા બિલને લઈને રાષ્ટ્રપતિને ભલામણ કરી છે અને તે એકટ તરીકે તૈયાર પણ છે.

 

ઉપભોકતા સંરક્ષણ બિલ (કન્ઝયુમર પ્રોટેકશન બિલ-૨૦૧૯)માં CCPAની રચના પણ થઈ ગઈ છે. જેની મદદના કારણે બધી જ કન્ઝયુમર કોર્ટનું નામ બદલાઈને કન્ઝયુમર કમિશન થઇ જશે. સૌપ્રથમ કોર્ટ એ જ કેસ હાથ ધરશે. જેને પહેલા જઇને ફરીયાદ કરશે. આના સિવાય CCPAની પાસે સો-મોટોને પ્રસારિત કરવાનો પણ અધિકાર હશે.

 પહેલા CCPA ની જોગવાઇ હતી નહીં. CCPA એ ગ્રાહકોને એટલો હક આપશે કે, જો તમે સામાન નથી ખરીદ્યો કે, ખરીદી કર્યા પહેલા પણ ફરીયાદ કરી શકો છો. ઈન્વેસ્ટિગેશન વિંગ પણ હશે. જેમાં CCPAની અધિકારીઓ હશે સાથે જ બધા સેકટરના પ્રતિનિધિઓ પણ હશે.

 ઘણા બધા ગ્રાહકો પાસે જાણકારીનો અભાવ હોય છે. તેમને તે જ ખબર નથી હોતી કે, ફરીયાદ કયા કરીએ. આ સમસ્યાને પણ CCPA ની મદદથી દૂર કરી શકાશે. સાથે જ ન્યાય પ્રણાલીને પણ સરળ બનાવી શકાશે. પહેલા સામાન જયાંથી ખરીદતા હતા, ત્યાં જ ફરીયાદ કરવી પડતી. હવે ગ્રાહકો કયાંથી પણ ફરીયાદ કરી શકે છે. એમને આના માટે વકીલ રાખવાની પણ જરૂર નથી. (૪૦.૩)

 

(12:00 pm IST)