મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

વિરોધીઓને મળી ગયો હૂમલાનો દારૂગાળો

હેં... સોનિયા ગાંધીને અભિનંદન આપતા પોસ્ટરમાં નજરે પડયા રોબર્ટ વાઢરા

નવી દિલ્હી તા. ૧૪ :.. સોનિયા ગાંધી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનતા પક્ષના વડામથકની બહાર અભિનંદન આપતા પોસ્ટરો લાગ્યા છે આ પોસ્ટરમાં રાહુલ, પ્રિયંકા અને રોબર્ટ વાઢરા દેખાય છે. આ પોસ્ટર પર સોનિયા ગાંધીજીને એઆઇસીસીના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવતા બધાઇ એવું લખાયું છે.

જો કે આપ પોસ્ટરની ધ્યાન ખેંચતી બાબત રોબર્ટ વાઢરા છે તેમણે હાલમાં જ કહ્યું હતું કે, રાજકારણમાં જોડાવાની મારી ઇચ્છા નથી. આ પોસ્ટરમાં રોબર્ટ વાઢરા ચમકતા તેમના રાજકીય હરીફોને ૧૦૦ વર્ષ જુના કોંગ્રેસ પક્ષ ઉપર પ્રહાર કરવાનો એક મોકો મળી જશે. કોંગ્રેસ ઉપર વારંવર પરિવારવાદના આરોપો થતા રહ્યા છે.

(11:55 am IST)