મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરવા ISI નું ષડયંત્ર

૩૭૦મી કલમ હટાવાતા દુશ્મનો સમસમી ઉઠ્યા છેઃ પાકના નાપાક ઇરાદાઓ ધુળમાં મેળવી દેવા ભારતીય જવાનો સાબદા

શ્રીનગર, તા. ૧૪ :  જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવ્યા પછી ખીણમાં સ્થિતિ ધીરેધીરે સામાન્ય થઇ રહી છે પણ આગામી બે દિવસ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત કોઇ મોટા આતંવાદી હુમલાની તજવીજમાં છે.

કેટલાક રેડીયો સંદેશાઓ પણ પકડાયા છે. આ ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક થઇ ગઇ છે. બધા સંવેદનશીલ વિસ્તારો અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા વ્યવસ્થાને એક સાઇ પૂર્ણ બનાવી દેવાઇ છે. પ્રશાસને ગત આઠ દિવસથી ચાલી રહેલા પ્રતિબંધોને આગામી બે દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

જો કે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સ્વતંત્રતા દિવસે આતંકવાદી ખતરા બાબતે મૌન છે પણ સુરક્ષા વ્યવસ્થા જોતા અનુમાન થઇ શકે કે પરિસ્થિતિ પડકાર રૂપ છે.

સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેાલ એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહમાં જમ્મુ કાશ્મીરમાં જે રાજકીય ઘટનાક્રમ થયો છે તેનાથી આતંકવાદીઓના આકાઓ હતાશ થઇ ચુકયા છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન જે રીતે અલગ પડી ચુકયું છે તે જોતા આઇએસઆઇ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહી છે. પાકિસ્તાનની સેનાએ નિયંત્રણ રેખા પર પોતાની ગતિવિધીઓ વધારી દીધી છે.

કેટલાક રેડીયો સંદેશ પણ પકડાયા છે. જે એ વાતનો સંકેત આપે છે કે છેલ્લા એક સપ્તાહથી પોતાના દરમાં છુપાયેલા આતંકવાદીઓને પીઓકેમાં બેઠેલા તેમના કમાન્ડર કોઇ મોટી ઘટનાને અંજામ આપવા લગાતાર કહી રહ્યા છે.

(11:54 am IST)