મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

આ સાંસદોના લોહીમાં લોકશાહી જેવી ચીજ નથીઃ કાશ્મીરનો નિર્ણય લોકચૂકાદા રૂપે ભારત સરકારે લીધો છે

કાશ્મીરમાં ૩૭૦ ની કલમ રદ કરવાના ભારતીય પગલાના વિરોધમાં ૮ બ્રિટીશ મુસ્લીમ સાંસદોએ બ્રિટીશ પીએમ સમક્ષ કરેલી રજુઆતને કડક શબ્દોમાં વખોડી કાઢતા લંડનસ્થિત વિનુભાઇ સંચાણીયાઃ બ્રિટીશ મુસ્લીમ સાંસદોએ વિશ્વના કોઇ ભાગમાં થતી ઘટના પર ધ્યાન આપવાના બદલે : બ્રિટનની ચિંતા કરવી જોઇએ યુકેમાં અનેક મુસ્લીમો બળાત્કાર, ચોરી, દાણચોરીમાં સંડોવાયેલા છે

લંડન, તા., ૧૪:  પ મી ઓગષ્ટે લેબર પાર્ટીના ૮ મુસ્લીમ સાંસદોએ બ્રિટીશ પ્રધાન મંત્રી બોરીસ જહોનસન્સને પત્ર લખી ભારતના કબ્જાવાળા કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવી ભારત સરકારે અપરાધ કર્યો હોવાનો આક્ષેપ કરવા સાથે તેને વખોડી કાઢવા અપીલ કરી હતી. હાઉસ ઓફ કોમન લંડનને લખાયેલો પત્ર ન્યાયમંત્રી યાસ્મીન કુરેશીની સહી સાથે લખાયો હતો જેમાં સાંસદો રૂશાના અલી, રોસેના એલન ખાન, શબાના મહમુદ, અફઝલ ખાન, ખાલીદ મહમુદ, ફૈસલ રાશીદ, મહમદ યાસીન અને સાથે સાથે લીબરલ ડેમોક્રેટ પીયર બૈરોનેસ સેહાનની પણ સહીઓ હતી. આ મુસ્લીમ સાંસદોની આ ચેષ્ટાને લંડન સ્થિત વિનુભાઇ સંચાણીયા અને તેમના ભારતીય ગૃપે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.

અકિલાને વિનુભાઇએ મેઇલ કરેલી લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે કલમ ૩૭૦ને હટાવવી એ ભારતની વર્તમાન સરકારના ચૂંટણી ઢંઢેરાનો એક હિસ્સો છે. લોકોએ આ સરકારની તરફેણમાં મત આપ્યો અને સરકારે હવે લોક ચૂકાદાને માન આપવુ જ રહ્યું. તેમણે જણાવ્યુ છે કે મુસ્લિમ સાંસદોના રકતમાં લોકશાહી જેવી કોઈ ચીજ નથી. તેઓ લોકશાહીને માન-સન્માન આપતા નથી. એવી કઈ સરકાર છે જ્યાં મુસ્લિમોએ લોકશાહી ઢબે સરકાર ચૂંટી હોય. પાકિસ્તાન પોતાને લોકશાહી ગણે છે પરંતુ ત્યાં શાસન આર્મીના હાથમાં હોય છે. આ સાંસદો ૩૭૦ની કલમના ફાયદાઓ વિશે વાત જણાવી શકયા નથી. માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરે છે.

તમે મુસ્લિમો સાંસદોએ લખેલા પત્રથી નોંધ્યુ હશે કે જે મુસ્લિમો ૩૭૦ની કલમના બરાડા પાડે છે તેઓને મધ્ય-પૂર્વમાં તાજેતરમાં લાખો મુસ્લિમોની થયેલી સામુહિક હત્યા દેખાતી નથી. પાકિસ્તાનમાં જ હાલમાં અનેક સિયા મુસ્લિમોની બોમ્બ ધડાકા અને અન્ય રીતે હત્યાઓ થઈ છે. આ મુસ્લિમ સાંસદોએ આ બાબતે શું કર્યુ ? શું તેઓએ પાકિસ્તાન હાઈકમિશન કે આપણા વડાપ્રધાનનંુ ધ્યાન દોર્યુ ?

આ મુસ્લિમ સાંસદોને મુસ્લિમોની કોઈ ચિંતા નથી કે તેમની પડી નથી. ચીનમાં તાજેતરમાં મુસ્લિમોની હત્યા થઈ તે વિશે પણ તેઓ કેમ બોલ્યા નથી ? પાકિસ્તાનમાં ૧૯૮૭થી ૨૦૦૭ દરમિયાન સિયા - સુન્ની સંઘર્ષમાં ૪૦૦૦ લોકોના મોત થયા હતા અને ૨૦૦૮થી સુન્ની કટ્ટરપંથીઓ દ્વારા હજારો સિયાઓની હત્યા કરવામાં આવી છે. આવુ અમે નથી કહેતા પરંતુ માનવ અધિકારોનું રક્ષણ કરતા લોકો જણાવી રહ્યા છે. મસ્જિદોમાંથી શસ્ત્રો પકડાય છે તો આ બાબતે આ સાંસદોનું શું કહેવું છે.

ઓસામા બીન લાદેન પાકિસ્તાનમાંથી મળી આવ્યો હતો. સૌ જાણે છે કે લાદેનના નેટવર્કથી વિશ્વભરમાં નિર્દોષ લોકોની હત્યા થઈ છે ત્યારે આ બાબતે સાંસદોનું શું કહેવુ છે ? પાકિસ્તાનની આર્મી દ્વારા બ્લુચિસ્તાનમાં હજારો મુસ્લિમોની સામુહિક હત્યા થઈ છે. આ બાબતે આ સાંસદો કેમ મૌન છે ? યમનમાં મુસ્લિમો જ મુસ્લિમોની હત્યા કરે છે.આ મુસ્લિમ સાંસદોએ વિશ્વના કોઈ ભાગમાં થતી ઘટના પર ધ્યાન આપવાને બદલે બ્રિટનમાં શું થઈ રહ્યુ છે ? તેની ચિંતા કરવી જોઈએ. અનેક મુસ્લિમો યુકેમાં બળાત્કાર, ચોરી અને દાણચોરીના કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે આ મુસ્લિમ સાંસદોએ આ મુદ્દો ઉઠાવવો જોઈએ કારણ કે મામલો કરદાતાઓને અસરકર્તો છે. ભારત સરકારે કલમ ૩૭૦ હટાવી તો શા માટે વિરોધ કરવા નિકળ્યા છે ? આ પ્રચાર માટે તેઓએ પ્રજાના પૈસા વેડફવા ન જોઈએ. આ મુસ્લિમ સાંસદો હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે તિરાડ ઉભી થાય તેવુ વાતાવરણ ઉભુ કરવા માગે છે. આ મુસ્લિમ સાંસદો દંભી છે અને તેઓનુ એક જ લક્ષ્યાંક છે કે મુસ્લિમોના મત મેળવવા.

વિનુભાઇ સચાણીયા (લંડન)

(મો.૦૦૪૪૭૮૧૧૯૬૩૧૦૯)

(11:53 am IST)