મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

શ્રાવણ સત્સંગ

સૃષ્ટિના સૌંદર્ય ભકિતનો અપૂર્વ સંગમ -શ્રાવણ

મહાકાલ, મહાદેવ ભોળાનાથના અનેક અનંત ગુણો છે, જે ગણ્યા ગણાય એમ નથી.

સદાશિવ જેવા દેવ નથી. મહિમ્ન સ્તોત્ર જેવી સ્તુતિ નથી. કે ઁ નમઃ શિવાય જેવો મંત્ર નથી.

મહિમ્ન સ્તોત્ર પુષ્પદંતે રચેલું છે. તેનો પાઠ કરવાથી અનંત ફળની પ્રાપ્તી થાય છે.

એમ કહેવાય છે કે, પુષ્પદંતથી જેની અદ્રશ્ય થવાની શકિત કુંઠીત થઇ હતી. તે મહિમ્ન સ્તોત્ર નો પાઠ કરવાથી તેને પાછી પ્રાપ્ત થઇ હતી.

આ સ્તોત્ર રૂદ્રાધ્યાન તુલ્ય ગણાય છે. અને મહાદેવજીના અભિષેક કાર્યમાં તેનો ઉપયોગ થાય છે.

બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ આપ જયોતિ સ્તંભ રૂપે પ્રકટ થયા. રાવણે દશ મસ્તકોની આહૂતિ આપી ત્યારે પ્રસન્ન થઇને તેને સજીવન કર્યો.

અસ્થિર ભકિતનો પ્રભાવ છે. મધ્યતિ રાવણ કૈલાશ ઉપાડવા આવ્યો ત્યારે આપના અંગુઠાના પ્રતાપે તેને પાતાળ પણ દુર્લભ થઇ પડયું.

બાણાસુરની ઉન્નતિ મહાદેવજીની ચરણ સેવાને આભારી હતી.

પ્રભુની પ્રાર્થના કરવાની ઉત્તમ રીત ભીના હૃદયે એનો આભાર માનવો. એજ ઉત્તમ પ્રાર્થના ગણાય.

વેદથી પુરાણ સુધી વર્ષાના દેવ મુખ્યત્વે ઇન્દ્રજ છે. આખી વર્ષા ઋતુમાં તેઓ જાગૃત રહે છે. અને જળના અભિ સિંચન માટે ભગવાન શિવ જાગૃત રહે છે. વિષ્ણુ પોઢે છે. અને શિવ જાગે છે.

નેપાળના કાઠમાંડુમાં વિષ્ણુની એક અનોખી શેષશાપ્ ત પ્રતિમા છે. જેમાં ભગવાન વિષ્ણુ નિરાંતે નિદ્રામગ્ન છે.

ન જાણે કેમ આ વિષ્ણુની પ્રતિમા વિષ્ણુને બદલે શિવના નામે ઓળખાય છે. અને તેનું નામ છે. બુઢા નિલકંઠ.

શ્રાવણ એટલે સૃષ્ટિના સૌંદર્ય અને ભકિતનો અપૂર્વ સંગમ...!  ભોળાનાથ માટે તો વર્ષા ઋતુ કદાચ પરમ છે. દેવ જાગે કે નહીં કાવડીયા જાગી જાય. દેવાધિદેવ મહાદેવને જાગૃત રાખવાનું કામ આ કાવડિયા કરે છે. 

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:09 am IST)