મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

ઓટો મોબાઇલ સેક્ટર ઠપ્પ :છેલ્લા 19 વર્ષની સૌથી મોટી મંદી ;લાખો લોકોએ ગુમાવી નોકરી

 

નવી દિલ્હી : ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની મંદી રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. દેશની ઓટો ઇન્ડસ્ટ્રીએ લગભગ બે દાયકામાં પહેલીવાર પેસેન્જર વ્હીકલના વેચાણમાં રેકોર્ડ 30.98 ટકાનો ઘટાડો નોંધ્યો છે. ગત મહીને વેચાણમાં 2,90,391 યૂનિટ કારોના મુકાબલે મહીને કંપનીએ 2,00,790 વાહનનું વેચાણ થયું છે.

 

પેસેન્જર કાર સેગમેન્ટમાં ઘટાડો 35.95 ટકા નોંધવામાં આવી છે. જુલાઇ 2018માં વેચાણ 79,063 યૂનિટના મુકાબલે જુલાઇ 2019માં યૂટિલિટી વ્હીકલનું વેચાણ 67,030 યૂનિટ પર સમેટાઇ ગયું. જે 15.22 ટકાનો ઘટાડો દર્શાવે છે. વેન સેગમેન્ટના વેચાણમાં 45.58 ટકાનો ઘટાડો નોંધાયો છે.

દેશની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 19 વર્ષ બાદ આટલો મોટી મંદી જોવા મળી છે. છેલ્લે 2000માં પેસેન્જર વાહનોના વેચાણ ઘટાડો નોંધાયો હતો. ત્યારે બજાર 35 ટકા તુટી ગયું હતું. ઓટોમોબાઇલ સેક્ટરમાં એવા સમયે મંદી જોવા મળી રહી છે, જ્યારે હવે પછી સુરક્ષા નિયમ ભારતમાં લાગૂ કરવામાં આવશે. કાર નિર્માતા કંપનીઓ અને ઓટો કોમ્પોનેન્ટ બનાવનારે મળીને નિયમોના હિસાબે વાહનોને ઢાળવામાં લગભગ 80,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

નુકશાનની ભરપાઇ માટે કંપનીઓ પોતાનું માર્જિન વધારશે જેનુ પરિણામ વધુ ખરાબ હોઇ શકે છે. માર્જિન વધવાથી કારોની કિંમતોમાં વધારો થશે અને પહેલાથી માંગ ઓછી હોવાની દશામાં નુકશાન ઘણું વધી શકે છે. મંદીમાંથી બહાર આવવા માટે SIAM પેસેન્જર વાહનો પર તાત્કાલિક જીએસટી દર ઘટાડવાની માંગ કરી છે.

 સિયામનું કહેવું છે કે દરને 28 ટકા અને 18 ટકા પર લાવવો જોઇએ. તેનાથી વિપરિત મિનિસ્ટ્રી અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેએ કેટલાક સમય પહેલા વાહનોના મોડલના હિસાબથી રજીસ્ટ્રેશન ફીને 10થી વધારી 20 ગણી કરવાનું સૂચન કર્યું છે.

  મંદીની સીધી અસર રોજગાર પર પડી છે. રિપોર્ટ્સમાં લાખો લોકોના રોજગાર છીનવાઇ જવાની વાત સામે આવી હતી. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ 6 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા છે. નિશાન ઇન્ડિયાએ હાલમાં 1710 કર્મચારીઓની છટણી કરી હતી. ઓટોમોટિવ કંપનીઓએ એક થઇને સરકારને મદદ કરવાની અપીલ કરી છે. ન્યુઝ ચેનલની રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં મંદીથી લગભગ 3 લાખ 50 હજાર લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે.

(12:00 am IST)