મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

સ્વતંત્રતા પર્વે સંસદભવનને શાનદાર શણગારાયું વિશેષ લાઇટિંગની વ્યવસ્થા:રોશનીનો ઝગમગાટ

ભાવનામાં 875 એલઈડી લાઇટનો ઉપયોગ ;ઇમારતની ભવ્યતાના દર્શન

નવી દિલ્હી :સ્વતંત્રતા પર્વે સંસદ ભવનને શાનદાર શણગારાયું છે રાત્રીના અંધકારમાં સંસદની બિલ્ડિંગ પર વિશેષ લાઇટિંગ વ્યવસ્થા કરાઇ છે. પીએમ મોદીએ તેનું ઉદ્ધઘાટન કર્યું.હતું  આ સમયે અન્ય પ્રધાનો તેમજ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી લાઇટિંગ વ્યવસ્થામાં 800થી વધુ એલઇડી લાગેલા છે. સંસદના બહારના ભાગમાં લગાવેલી આ રોશનીથી ઇમારતની ભવ્યતા પ્રદર્શિત થાય છે
  . લોકસભા સચિવાલયના અધિકારીઓ મુજબ નવી વ્યવસ્થા અંતર્ગત 875 એલઇડી લાઇટનો ઉપયોગ કરાયો છે. આ બલ્બની ખૂબી એ છે કે અમુક ક્ષણોમાં તેનો રંગ બદલાઇ જાય છે. ઉપરાંત તેમાં વીજળી પણ ઓછી વપરાઇ છે.
  આ લાઇટિંગ વ્યવસ્થાના ઉદ્ધઘાટન સમયે સાંસદોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. નવી લાઇટિંગથી સંસદની સુંદરતામાં વધારો થયો છે. નોર્થ અને સાઉથ બ્લોકમાં પણ આવી જ રોશની 2017માં લગાવવામાં આવી હતી.

(12:00 am IST)