મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

અમેરિકામાં સિનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીના ઉપક્રમે ૧૭ ઓગ. શનિવારે ભારતનો ૭૩ મૌ સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ સવારે ૧૦-૩૦ થી ૪-૩૦ વાગ્યા સુધી થનારી ઉજવણી દરમિયાન ધ્વજવંદન, બન્ને દેશોના રાષ્ટ્રગીતનું ગાન, દેશભકિત સભર ગીતો, રમત-ગમત તથા સ્વાદિષ્ટ ભોજનનું આયોજન

        (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ 'ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા - ધી ગ્રેટ કન્ટ્રી'' અમેરીકામાં સીનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સી સંસ્થાના ઉપક્રમે ઓગ ૧૭ શનિવારના રોજ ભારતનો ૭૩ મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે. ધ્વજવંદન, ભારત-અમેરીકાનું રાષ્ટ્રગાન, સમર પીકનીક, અલ્પાહાર, લંચ અને ડીનરનુ ભવ્ય આયોજન.

         અમેરીકામાં સીનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીના સીનીયરો માટેની સંસ્થા દ્વારા શનિવાર ઓગ. ૧૭ ના રોજ સવારે ૧૦-૩૦ થી સાંજના ૪-૩૦ સુધી ભારતનો ૭૩ મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાથે સાથે આખા દિવસની શરૃઆતમાં  ધ્વજવંદન સાથે સાથ સમર પીકનીકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ પ્રકારની રમતો, દેશાભિમાનના શૌર્ય ગીતોની રમઝટ સાથે મનભાવન અલ્પાહાર, લંચ અને ડીનર સાથે મંેન્ગો લસ્સી અને આઇસ્ક્રીમ તો ખરા જ સંસ્થા દ્વારા પ્રથમ વખત જ ધ્વજવંદનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. ઉજવણી જશ્ને સીટીમાં આવેલા લીબર્ટી સ્ટેટ પાર્કમાં રાખવામાં આવેલ છે. જેમાં સંસ્થાના મેમ્બર્સ ભાઇ બહેનો ઉત્સાહભેર ભાગ લેવાના છે.

         સાથે સાથે ચાલુ વર્ષે પણ નવરાત્રિના નવલા  ગરબાનુ તેમજ દિપાવલી અને સંસ્થાની સપ્તમ વર્ષગાંઠ સાથે આગામી છ માસની બર્થ ડે ઉજવણી પણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાની પ્રગતિ ઉત્તરોતર વધતી જાય છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખશ્રી  તથા સેક્રેટરીશ્રીનો સંપર્ક સાધવા માટે જણાવવામા આવેલ છે. તેવું પ્રમુખ શ્રી ડો. મહેન્દ્ર શાહની યાદી જણાવે છે.

(11:02 pm IST)