મુખ્ય સમાચાર
News of Tuesday, 14th August 2018

સત્સંગ એટલે ભકતીરૂપી સંપતિને સાચવવાની ચાવી : અમેરીકામાં દેવકૃષ્ણ સ્વામીની મંગલ વાણી

ડલાસમાં ગુરૂકુળનુ ઉદઘાટન : અમેરિકન બાળકો કીર્તનોની અંતાક્ષરી રમ્યા

શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટ દ્વારા અમેરિકાના  ટેકસાસ રાજ્યના ડલાસ  શહેર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના ઉદઘાટન પ્રસંગે આરોગ્ય મેળો બાળકોની કીર્તન અંતાક્ષરી , સત્સંગ વગેરે  કાર્યક્રમો  શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિતના સંતોની  હાજરીમાં યોજાયેલ તે પ્રસંગોની તસ્વીરી ઝલક.

રાજકોટ તા. ૧૪ : સંત્સંગ એ ભકિતરૂપી  સંપતિને તીજોરી છે એમ આજે શ્રી દેવકૃષ્ણદાસજી  સ્વામીએ કહ્યુ  હતુ કે  અમેરીકાના ટેકસાસ રાજ્યના ડલાસ ખાતે નિર્માણ પામેલી શ્રી સ્વામીનારાયણ ગુ.સંકુલના ઉદઘાટન પ્રસંગે  આયોજીત કથામાં વિશેષ વાત કરતા તેઓએ  કહ્યુ હતુ કે અનાજ જેમ ખાવા માટે છે તેમ મનુષ્ય દેહ ભગવાન  મેળવવા માટે છે.

પવિત્ર શ્રાવણ માસમાં ગુરૂકળુનાં ઉદઘાટન મહોત્સવના  પ્રારંભ  શ્રીમદ સત્સંગીજીવન  ગ્રંથરાજની કથાનો પ્રારંભ કરાયેલ  (૧) મહિલા ભકતોએ કીર્તન ભકિત સાથે પોથીયાત્રા કાપેલ. પુરાણી શ્રી કૃષ્ણપિર્યદાસજી સ્વામીએ કથાનો પ્રારંભ કરેલ. વરસાદના  માહોલ વચ્ચે યોજાયેલ શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના પ્રારંભે ભકતશ્રીએ કહેલ કે ભાગવત ચરિત્રોનું શ્રવણ મુમુશ્રી જીવોએ નિત્ય કરવું જોઇએ. દરરોજ તેની સાનુકુળતા ન આવે તો ચાતુર્માસમાં તો શ્રવણ કરવુ જોઇએ કળીયુગમાં જીવોની અલ્પઆયુ, અલ્પમેઘા   અને અનેક આવરણો વચ્ચે રાત્રી દિવસ દોડધામ કરતા રહેતા મુમુક્ષુ  જીવોએ  શ્રાવણમાસમાં તો ભગવાનની કથાનું શ્રવણ અવશ્ય કરવુ જ જોઇએ. 

ડલાસ શ્રી સ્વામીનારાયણ  ગુરૂકુળથી  શ્રી પ્રભુ સ્વામીએ કહ્યુ હતુ કે આજે રાત્રે અહીના બાળમંડળના  બાળકોએ ભગવાન શ્રી સ્વામીનારાયણના નંદસંતોએ રચેલ ગુજરાતી તથા  હિન્દી કીર્તનોની અંતાક્ષરી યોજેલ.  બે કલાક સુધી  કીર્તનોની  કડીઓને  કંઠસ્થ ગાઇને સંતોએ ભગવાનનો  રાજીયો મેળવેલ. અહીંજ જન્મેલા ને અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરતા બાળકોને ૫૦ થી માંડી ૧૭૦ જેટલા કીર્તનોના પદો કંઠોસ્થ છે.

અંતાક્ષ્રીમાં ભાગ લેનારા  બાળકો શ્રી શિવમ શેલડીમાં સોહમ માંગરોળીયા , સાહિલમાં માંગરોળીયા , ક્રિષ્ના  વીરાણી અંશ   બાબરીયા  તથા માનત બાબરીયાનો સમાવેશ થાય છે.  વગેરેને તથા તેમને  ભારતીય   સંસ્કૃતિના  સંસ્કાર આપનાર  ગુરૂકળના યુવા શિક્ષક  કાર્યકર્તાઓ તેમજ બાળકોના વાલીઓના ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ મુખમાં લાડુ ખવરાવી તથા ભેટીને રૂડા રૂડા આશીર્વાદ  આપ્યા હતા. 

આ પ્રસંગે સ્વામીજીએ અત્રે સેવા આપતા સંતો શ્રી શાંતી પ્રિદાસજી  સ્વામી , શ્રી ભાગવત ચરણદાસજી સ્વામી, શ્રી હરીનિવાસદાસજી  સ્વામી તથા કાર્યકર્તાશ્રી સોહિલભાઇ વીરાણી, શ્રી નિરજભાઇ બાબરીયા, શ્રી કેયુરભાઇ પટેલ તેમજ શ્રી કિરણભાઇ માંગરોળીયાને ધન્યવાદ આપેલ હતા. તેમ શ્રી પ્રભુ સ્વામી જણાવે છે. (૯.૨)

(12:07 pm IST)