મુખ્ય સમાચાર
News of Tuesday, 14th August 2018

હવે ચીન મારફત પાકિસ્તાનને નકલી નોટ સરળતાથી મળી જશે જેથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરોઃ કોંગ્રેસના નેતા શશી થરૂરનું ટવીટ

નવી દિલ્હીઃ ભારત સહિત અનેક દેશોમાંથી ચીનને નોટ છાપવાના ઓર્ડર મળ્યા હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે. આ અંગે કોંગ્રેસના નેતા શશી થરૂરે કહયું હતું કે હવે ચીન મારફત પાકિસ્તાનને નકલી નોટ સરળતાથી મળી જશે. જેના કારણે સુરક્ષાનો સવાલ ઉભો થયો છે.

એક સમય હતો જ્યારે ચીનમાં કરન્સી પ્રોડક્શન પ્લાન્ટને કાટ ન લાગી જાય તે માટે તે મશીન પર મેરેજ સર્ટીફિકેટ અને ડ્રાઈવિંગ લાયસન્સ છાપવામાં આવતા હતા. હવે પરિસ્થિતિ અનાનક બદલાઈ ગઈ છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર ભારત સહિત કેટલાએ દેશ તરફથી કરન્સી છાપવા માટે ચીનને મોટો ઓર્ડર મળ્યો છે. ચીન બેંક નોટ પ્રિટિંગ અને મિટિંગ કોર્પોરેશનના અધ્યક્ષ લ્યૂ ગુઈસેંગે કહ્યું કે, ચીને અત્યાર સુધીમાં વિદેશી કરન્સી નથી છાપી.

જોકે, વર્ષ 2013માં દક્ષિણ પૂર્વ એશિયા, કેન્દ્રીય એશિયા, ખાડી દેશ, આપ્રિકા અને યૂરોપની જમીન અને સમુદ્રને જોડવા માટે ચીને વન બેલ્ટ વન રોડ પરિયોજના લોન્ચ કરી.

લ્યૂએ જણાવ્યું કે, ત્યારબાદથી કંપનીને આ મોકો મળ્યો, અને સફળતાપૂર્વક થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા, ભારત, બ્રાઝિલ અને પોલેન્ડની કરન્સી છાપવાનો પ્રોજેક્ટ મેળવ્યો. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ માત્ર એક નમૂનો છે.

આ રિપોર્ટ બાદ કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વીટ કર્યું કે, તેમણે વિદેશમાં નોટ છાપવાને લઈ કહ્યું કે, હવે ચીનના મારફતે પાકિસ્તાનને નકલી નોટ સરળતાથી મળી જશે, જેથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો થઈ શકે છે. કેટલીક સરકારે ચીનને કહ્યું કે, આ કરારને પ્રચારિત ન કરવામાં આવે. તેમની ચિંતા છે કે, આવી જાણકારી બહાર આવવાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઉભો થઈ શકે છે, અથવા અનાવશ્યક વિવાદ ઉભો થઈ શકે છે.

લ્યૂએ કહ્યું કે,વિશ્વના આર્થિક પરિદ્રશ્યમાં મોટા પરિવર્તન થઈ રહ્યા છે. જેવું ચીન મોટુ અને વધારે શક્તિશાળી થઈ જશે તો તે પશ્ચિમ સ્થાપિત મૂલ્યોને પડકારશે. અન્ય દેશો માટે કરન્સી છાપવી એક મહત્વપૂર્ણ પગલું છે. આંતરરાષ્ટ્રીય મુદ્દા પ્રિંટિંગ બજાર પર પશ્ચિમી કંપનીઓનો એક સદી કરતા વધારે સમયથી પ્રભુત્વ છે.

(6:06 pm IST)