મુખ્ય સમાચાર
News of Tuesday, 14th July 2020

હવે SBI પણ ' વર્ક ફ્રોમ હોમ ' તરફ : બેન્કનો સ્ટાફ ઘેરબેઠા કામ કરી શકે તે માટે તૈયારી શરૂ : 1 હજાર કરોડ રૂપિયાની બચત થશે : બેન્કના ચેરમેન રાજનીશકુમાર

મુંબઈ : દેશની સૌથી મોટી બેન્ક એસ.બી.આઇ ની  આજરોજ મંગળવારે મળેલી 65 મી વાર્ષિક સાધારણ સભામાં બેન્કના ચેરમેન રજનીશકુમારે  જણાવ્યું હતું  કે બેન્કના કર્મચારીઓ વર્તમાન કોવિદ -19 ની પરિસ્થિતિમાં ઘેરબેઠા કામ કરી શકે તે માટે ઢાંચો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે બેન્કના કર્મચારીઓની કુશળતાનો પુરેપુરો લાભ લઇ શકાય તે માટે આયોજનો થઇ રહ્યા છે.નવી વર્ક ફ્રોમ હોમ પોલિસી અમલી  થવાથી બેન્કને 1 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે.
તેમણે ઉમેર્યું હતું કે બેન્કની વિવિધ પ્રોડક્ટ્સના વેચાણ માટે પણ કર્મચારીઓને ઓફિસને બદલે માર્કેટ કાર્યાલયમાં  મુકવાનું આયોજન થઇ રહ્યું છે.ઉપરાંત મોબાઈલ એપ યોનો ને પણ વધુમાં વધુ પ્રતિસાદ મળી રહ્યો હોવાનું  જણાવ્યું હતું

(7:56 pm IST)