મુખ્ય સમાચાર
News of Tuesday, 14th July 2020

કોરોનાની સારવારમાં વપરાતી દવા હવે ૭૫ રૂ.માં મળશે

ફેવિપિરાવિરનો ભાવ ૨૭ ટકા ઘટાડીને પ્રતિ ગોળી ભાવમાં કર્યો ઘટાડો

નવી દિલ્હી તા. ૧૪ : દવા કંપની ગ્લેનમાર્ક ફાર્મા સ્યુકિલ્સે કોવિડ-૧૯ના સારવારમાં કામ આવતી તેમની એન્ટીવાયરલ દવા ફેવિપિરાવિરનો ભાવ ૨૭ ટકા ઘટીને ૭૫ રૂપિયા પ્રતિ ગોળી કરી દેવામાં આવ્યો છે. કંપનીની આ દવા ફેબિફલૂ બ્રાન્ડ નામથી બજારમાં ઉતારી દેવામાં આવી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે એક નિવેદનમાં કહ્યું કે, તેને તેમની દવા ફેબિફલૂનો ભાવ ૨૭ ટકા ઘટાડી દેવામાં આવ્યો છે. આ દવાની છૂટક કિંમત ૭૫ રૂપિયા પ્રતિ ટેબલેટ થશે.

ફેબિફલૂને ગયા મહિને બજારમાં ઉતારવામાં આવ્યો હતો. ત્યારે એક ગોળીની કિંમત ૧૦૩ રૂપિયા રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હવે સારવારમાં ૧૪ દિવસનો ખર્ચ હવે ૧૦,૨૦૦ રૂપિયા થશે. તે પહેલા ૧૪ હજાર હતો.

ભારતમાં ફેબિફલૂ ૧૦૩ રૂપિયા પ્રતિ ગોળી લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે તેની કિંમત રશિયામાં ૬૦૦ રૂપિયા પ્રતિ ટેબલેટ, જાપાનમાં ૩૭૮ રૂપિયા, બાંગ્લાદેશમાં ૩૫૦ રૂપિયા અને ચીનમાં તે ૨૧૫ રૂપ્યિા પ્રતિ ટેબલેટ પડી રહી છે.

કંપનીઓએ પણ ઘોષણા કરી કે તેને ૧૦૦૦ રોગીઓમાં દવાનો પ્રભાવ અને સુરક્ષાનું બારીકાઇથી નિરીક્ષણ કરવા માટે ફેબીફલૂ પર એક પોસ્ટ માર્કેટીંગ સર્વિલાન્સ અધ્યયન શરૂ કરવામાં આવ્યું છે જે એક ખુલ્લા લેબલ, મલ્ટીસેન્ટર, અધ્યયના ભાગ રૂપે નિર્ધારીત છે.

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પ્રમુખ આલોક માલિકે કહ્યું, અમારૂ આંતરિક વિશ્લેષણ જણાવે છે કે અમારી આ દવાની ત્યાં જ્યાં સંમતિ મળી છે તે દેશોની સરખામણીએ અમે ભારતમાં તેને ઓછામાં ઓછા ભાવ પર બહાર પાડી છે.

(11:33 am IST)