News of Monday, 13th July 2020
Googleએ હટાવી 11 ખતરનાક એપ્લીકેશન: યૂઝર્સને પણ તરત જ ડિલીટ કરવાની સલાહ
હેકર્સ યૂઝર્સની પરવાનગી વગર જ તેમને પ્રીમિયમ સર્વિસ માટે સબસ્ક્રાઈબ કરાવી દે છે
નવી દિલ્હી : ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્લીકેશન છે, જેના દ્વારા હેકર્સ યૂઝર્સના સ્માર્ટફોનમાં ઘુસણખોરી કરે છે. ગૂગલ સમય-સમય પર આ સંદિગ્ધ એપ્સને હટાવતું રહે છે અને તેની પર પ્રતિબંધ લગાવી દે છે.
આ ક્રમમાં હાલમાં જ ગૂગલે એવી 11 ખતરનાક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. જેના દ્વારા હેકર્સ યૂઝર્સની પરવાનગી વગર જ તેમને પ્રીમિયમ સર્વિસ માટે સબસ્ક્રાઈબ કરાવી દે છે. એન્ડ્રોઈડ એપ્સને નિશાનો બનાવનારા આ ખાસ મેલવેયર સીધા યુઝર્સના એકાઉન્ટમાં ઘુસણખોરી કરી શકે છે. જેનાથી ક્યારેક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પૈસા પણ કપાઈ શકે છે અને યૂઝર્સને તેની જાણ પણ થતી નથી.
(12:57 am IST)