મુખ્ય સમાચાર
News of Saturday, 14th July 2018

હવે દવાઓમાં પણ ભાવ બાંધણું કરશે સરકાર :નીતિ પંચે નવી ફોર્મ્યુલા કરી તૈયાર

દવાઓના ભાવ સરકાર કરશે નક્કી : નફાખોરી રોકવા માટે સરકાર સક્રિય : ટ્રેડ માર્જિનના આધાર પર દવાઓના ભાવ કંટ્રોલ કરી શકાશે

નવી દિલ્હી : હવે દવાઓમાં પણ ભાવ બાંધણું થશે સરકાર હવે તમામ પ્રકારની દવાઓના ભાવ નક્કી કરવાની દિશામાં આગળ વધી રહી છે મળતી જાણકારી પ્રમાણે  નીતિ પંચ એક ફોર્મ્યૂલા તૈયાર કરી રહી છે, જેમાં ટ્રેડ માર્જિનના આધાર પર દવાઓના ભાવ કંટ્રોલ કરી શકાશે. સરકાર હાલમાં પસંદગીની દવાઓના ભાવ નક્કી કરે છે.


  દવાઓની કિંમતમાં અનિયંત્રિત નફાખોરી રોકવા માટે સરકાર ઝડપી કામ કરી રહી છે. નીતી પંચની આગેવાનીમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ફાર્મા મંત્રાલયના અધિકારી ફોર્મ્યૂલા તૈયાર કરવામાં લાગ્યા છે. નીતિ પંચના સભ્ય ડો. વિનોદ પોલે કહ્યું કે, ટુંક સમયમાં ફોર્મ્યૂલા તૈયાર કરી દેવામાં આવશે.

કંપનીઓ એક સોલ્ટને અલગ-અલગ બ્રાંડ નામથી અલગ-અલગ પ્રોફિટ માર્જિન પર હોસ્પિટલ અને રિટેલર્સને વેચે છે. પરિણામ હોય છે કે, જેથી બ્રાંચ વધારે નફો આપે છે, કેટલીક વખત ડોક્ટર અને હોસ્પિટલ તેજ દવાને રિકમેંડ કરે છે અને તેનું વેચાણ વધી જાય છે. કોમ્પિટેશનમાં દર્દીઓને વધારે કિંમત ચુકવવી પડે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિ પંચ દવાઓની કિેંમતને ફર્સ્ટ પોઈન્ટ ઓફ સેલ અથવા એમ કહો કે, વેચાણની પહેલી જગ્યા પર ટ્રેડ માર્જિન નક્કી કરવા માંગે છે. આનાથી કંપની અને હોસ્પિટલોની નફાખોરી પર લગામ લાગશે અને દર્દીઓને વ્યાજબી ભાવે દવાઓ મળી શકશે. પરંતુ ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ અને હોસ્પિટલ બંનેને આનાથી નારાજ છે.

સરકાર દવાઓની કિંમત નક્કી કરનારી સંસ્થા એનપીપીએના માધ્યમથી માત્ર જીવનરક્ષક દવાઓની કિંમત નક્કી કરે છે. પરંતુ આપણા દેશમાં દવાઓનો ઘરેલુ ઉપયોગ લગભગ 1 લાખ કરોડનો છે, જેનો માત્ર 17 ટકા હિસ્સાની કિંમત નિયંત્રણ હેઠળ છે.

(8:59 pm IST)