મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

અયોધ્યા જમીન ખરીદી મામલે રાહુલ ગાંધીએ પણ ઝુકાવ્યું : કહ્યું ભગવાન રામને નામે કૌભાંડ અન્યાયી

ભગવાન રામ ખુદ ન્યાય, સત્ય, વિશ્વાસનું પ્રતિક છે. તેમને નામે થતી દગાબાજી કે કૌભાંડ સંપૂર્ણપણે અન્યાયી છે.

નવી દિલ્હી : અયોધ્યા રામ મંદિર માટેની જમીનની ખરીદમાં કથિત કૌભાંડના મુદ્દે ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભગવાન રામને નામે કરાતી દગાબાજી અન્યાયી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ભગવાન રામ ખુદ ન્યાય, સત્ય, વિશ્વાસનું પ્રતિક છે. તેમને નામે થતી દગાબાજી કે કૌભાંડ સંપૂર્ણપણે અન્યાયી છે

બીજા એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે GOI's મોદી મિત્ર કેન્દ્રીત (મિત્ર કેન્દ્રીત) ખાનગીકરણથી જનતાને કોઈ લાભ નહીં થાય. ન્યાયથી થશે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સંજય સિંહ અને અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાય પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે ભગવાન રામના નામ પર દાન લઈને ઘોટાળો કરવામાં આવી રહ્યો છે. સિંહે લખનૈઉમાં પ્રેસ કોન્ફરન્સ વખતે આરોપ લગાવ્યો કે ટ્ર્સટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સદસ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી હતી

(10:31 pm IST)