મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

ટૂલકિટ કેસમાં રમન સિંહ અને સંબિત પાત્રાને હાઈકોર્ટથી મળી રાહત : FIR પર લગાવી રોક

NSUI એ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વિરૂદ્ધ રાયપુરમાં એફઆઈઆર નોંધાવી હતી.

નવી દિલ્હીઃ ટૂકલિટ કેસમાં છત્તીસગઢ હાઈકોર્ટે ભાજપના નેતા રમન સિંહ અને સંબિત પાત્રા વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆર પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોના કાળમાં કથિત ટૂલકિટનો મામલો સંબિત પાત્રાએ ઉઠાવ્યો હતો. તેની વિરોધમાં કોંગ્રેસે પોલીસમાં ફરિયાદ કરી હતી.

19 મેએ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI એ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વિરૂદ્ધ રાયપુરમાં એફઆઈઆર નોંધાવી હતી. આ મામલામાં રાયપુર પોલીસે રમણ સિંહની પૂછપરછ કરી હતી. સંબિત પાત્રાને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 469 9 469 (પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી બનાવટી), 4૦4 (શાંતિનો ભંગ કરવા માટે ઉદ્દેશથી ઇરાદાપૂર્વક અપમાન), 5૦5 (1) (બી) (ભય પેદા કરવાના ઇરાદે અફવાઓ ફેલાવવા) હેઠળ કેસ દાખલ કર્યો હતો. કોંગ્રેસે "નકલી" લેટરહેડ બનાવવા અને "ખોટી અને બનાવટી" સામગ્રી છાપવાના આરોપમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

 ભાજપનું કહેવું હતું કે ટૂલકિટ દ્વારા કોંગ્રેસના નેતાઓએ પીએમ મોદી અને દેશની છબી ખરાબ કરાવવાનો પ્રયાસ કર્યો છે.

(9:41 pm IST)