મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

વિદેશથી આવેલા નોન મુસ્લિમ વસાહતીઓને નાગરિકત્વ આપવાની બાબતને CAA સાથે કોઈ નિસ્બત નથી : કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા 3 રાજ્યોના 13 જિલ્લાઓને આપવામાં આવેલી સત્તા માત્ર છે : કેન્દ્ર સરકાર દ્વારા આ અગાઉ પણ 2004, 2005, 2006, 2016 and 2018.આવી સત્તા આપવામાં આવી હતી : ઇન્ડિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન બાબતે કેન્દ્ર સરકારનો ખુલાસો

ન્યુદિલ્હી  :  ઇન્ડિયન મુસ્લિમ લીગે અફઘાનિસ્તાન ,પાકિસ્તાન ,અને બાંગ્લાદેશમાંથી આવેલા મુસ્લિમ વસાહતીઓને બાકાત રાખી માત્ર  નોન મુસ્લિમ વસાહતીઓને નાગરિકત્વ આપવાની સામે વાંધો રજૂ કરતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. તથા સીટીઝન એમેન્ડમેન્ટ  એક્ટ  2019 (સીએએ) ને પડકાર્યો હતો. પિટિશનમાં જણાવાયા મુજબ  જણાવાયા મુજબ કેન્દ્ર સરકારના નવા  CAA વિધાયક મુજબ વિદેશથી આવેલા માત્ર નોન મુસ્લિમ વસાહતીઓને નાગરિકત્વ આપવાની કરેલી જોગવાઈ કાનૂનથી વિરુદ્ધની  છે.

ઇન્ડિયન મુસ્લિમ લીગની પિટિશન બાબતે ખુલાસો કરતા કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે અફઘાનિસ્તાન ,પાકિસ્તાન ,અને બાંગ્લાદેશમાંથી આવેલા નોન મુસ્લિમ વસાહતીઓને નાગરિકત્વ આપવાની બાબતને 28 મે ના રોજ  જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ CAA સાથે કોઈ નિસ્બત નથી . જે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા 3 રાજ્યોના 13 જિલ્લાઓને આપવામાં આવેલી સત્તા માત્ર છે . કેન્દ્ર સરકાર દ્વારા આ અગાઉ પણ 2004, 2005, 2006, 2016 and 2018.આવી સત્તા આપવામાં આવી હતી .

સીટીઝન એક્ટની  કલમ 16 હેઠળ મળેલી  સત્તા મુજબ કાયદેસર રીતે દેશમાં પ્રવેશ કર્યો હોય તેવા વિદેશી લોકો માટે કેન્દ્ર સરકારે નાગરિકત્વ અધિનિયમની કલમ 16નો ઉપયોગ કર્યો છે. તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં સીટીઝન એમેન્દમેંટન એક્ટ  2019 (સીએએ) ને  ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા પડકારાયો હતો. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:41 pm IST)