મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

60 વર્ષીય મહિલા અને 17 વર્ષીય સગીરા સુપ્રીમ કોર્ટના શરણે : 2021 સાલની ચૂંટણીમાં અમે ભાજપને સમર્થન આપ્યું હતું તેથી તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ અમારાં ઉપર બળાત્કાર કરી રહ્યા છે : પશ્ચિમ બંગાળનું પોલીસ તંત્ર નિષ્ક્રિય હોવાની રાવ

ન્યુદિલ્હી : વેસ્ટ બંગાળમાં 2021 ની સાલમાં યોજોયેલી ધારાસભાની ચૂંટણીઓમા ભાજપને સમર્થન આપનાર બે મહિલાઓએ સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે.

60 વર્ષીય મહિલા અને 17 વર્ષીય સગીરાએ નામદાર કોર્ટને જણાવ્યું છે કે ભાજપને સમર્થન આપવા બદલ અમારા ઉપર તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ બળાત્કાર કરી રહ્યા છે. રાજ્યનું પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ મામલે નિષ્ક્રિય હોવાથી અમારે સુપ્રીમ કોર્ટનું શરણ લેવું પડ્યું છે.

ખેજુરીની 60 વર્ષીય મહિલાના વકીલે દલીલ કરી હતી કે, સ્થાનિક બેઠક પરથી ભાજપનો વિજય થયો હોવા છતાં, ટીએમસીના કાર્યકરોએ 4 મેના રોજ તેમના નિવાસસ્થાને પ્રવેશ કર્યો હતો અને તેના છ વર્ષના પૌત્રની હાજરીમાં ગેંગરેપ કર્યો હતો. તથા ઘર છોડતા પહેલા તેની બધી રોકડ રકમ અને કિંમતી ચીજવસ્તુઓની લઇ ગયા હતા.

બાદમાં કોલકાતાની એપોલો હોસ્પિટલમાં આ મહિલાની સારવાર કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસમાં બળાત્કારની ઘટનાની પુષ્ટિ થઈ હતી.

આવી જ અરજી 17 વર્ષીય સગીરાએ કરી હતી. જે મુજબ ભાજપને ટેકો આપવા બદલ 'પાઠ' ભણાવવા માટે 9 મે ના રોજ ચાર ટીએમસી કાર્યકરોએ તેના  ઉપર એક કલાકથી વધુ સમય સુધી બળાત્કાર ગુજાર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:47 pm IST)