મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

ગેર બંધારણીય રીતે અટકાયતમાં રાખવામાં આવેલ વ્યક્તિને રાજ્ય સરકાર 25 હજાર રૂપિયાનું વળતર ચૂકવે : અટકાયતમાં લેનાર અધિકારી પાસેથી વળતરની રકમ વસુલ કરે : અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

અલ્હાબાદ :  તાજેતરમાં ગેર બંધારણીય રીતે વ્યક્તિને અટકાયતમાં રાખવા બદલ અલ્હાબાદ હાઇકોર્ટે  ચુકાદો આપતા જણાવ્યું છે કે ગેર બંધારણીય રીતે અટકાયતમાં રાખવામાં આવેલ વ્યક્તિને રાજ્ય સરકાર 25 હજાર રૂપિયાનું વળતર ચૂકવે . અને આ વળતરની રકમ અટકાયતમાં લેનાર જે તે અધિકારી પાસેથી વસુલ કરે .

નામદાર કોર્ટે રાજ્ય સરકારને તેની પોલીસીનો અમલ કરવા જણાવ્યું છે . જે  મુજબ ગેર બંધારણીય રીતે અટકાયતમાં રાખવામાં આવેલ વ્યક્તિને રાજ્ય સરકાર 25 હજાર રૂપિયાનું વળતર ચુકવશે. તથા આ વળતરની રકમ જો જે તે અધિકારી તે માટે જવાબદાર જણાય તો તેની પાસેથી વસુલ કરશે.

ન્યાયમૂર્તિ સૂર્ય પ્રકાશ કેસરવાણી તથા શમિમ અહેમદની બેન્ચે રાજ્ય સરકારની ઉપરોક્ત નીતિની પ્રશંસા કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:16 pm IST)