મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

તમે વીડિયો કોન્ફરન્સથી મેરેજ રજીસ્ટર કરાવી શકો છો : વિદેશ પ્રવાસ ઉપર પ્રતિબંધ હોવાથી ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય દંપતીને કેરાળા હાઇકોર્ટની મંજૂરી

કેરાળા : કોવિદ -19 ને કારણે  વિદેશ પ્રવાસ ઉપર પ્રતિબંધ હોવાથી કેરાળા હાઇકોર્ટે ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય દંપતીને કેરાળા રજીસ્ટ્રેશન ઓફ મેરેજ રૂલ્સ 2008 મુજબ વીડિયો કોન્ફરન્સથી મેરેજ રજીસ્ટર કરાવવા મંજૂરી આપી છે.

પિટિશનર થોમસ કુટ્ટી જોસેફ અને બ્લોઝમ થોમસને લગ્ન રજીસ્ટર કરાવવા માટે રૂબરૂ હાજર થવું પડશે તેવી સ્થાનિક રજિસ્ટ્રાર દ્વારા જાણ કરાતા તેઓ તેમના પાવર ઓફ એટર્ની દ્વારા હાઇકોર્ટમાં ગયા હતા.

અરજદારોના એડવોકેટે હાઇકોર્ટમાં કરેલી રજુઆત મુજબ તેઓના લગ્ન  30 જૂન  97 નારોજ થયા હતા.તેમને ત્રણ બાળકો છે. હવે તેઓ યુએઈ થી ટેમ્પરરી વિઝા લઈ ઓસ્ટ્રેલિયા ગયા હતા. પરંતુ  તેઓને ઓસ્ટ્રેલિયામાં કાયમી નિવાસ માટે ઇમિગ્રેશન રૂલ્સ મુજબ મેરેજ  સર્ટિફિકેટની જરૂર છે.

નામદાર કોર્ટને આ દંપતીના લગ્ન વિષે મળેલા પુરાવાઓના આધારે તેઓને વિડિઓ કોન્ફરન્સથી મેરેજ રજીસ્ટર કરાવવાની મંજૂરી આપી હતી તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:03 pm IST)