મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

‘‘હેલ્‍થ એન્‍ડ વેલનેસ કોન્‍ફરન્‍સ'' : અમેરિકાના ન્‍યુજર્સીમાં ૨ જુનના રોજ એશિયન ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપક્રમે યોજાયેલ કોન્‍ફરન્‍સમાં ફ્રી હેલ્‍થકેર સ્‍કિ્‌નીંગ કરાયું

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકાના ન્‍યુજર્સીમાં ૨ જુન ૨૦૧૮ ના રોજ એશિયન ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપક્રમે ‘‘હેલ્‍થ એન્‍ડ વેલનેસ કોન્‍ફરન્‍સ એન્‍ડ એસ્‍પો'' નું આયોજન કરાયું હતું.

એડિસન, ન્‍યુજર્સી મુકામે યોજાયેલ આ કોન્‍ફરન્‍સમાં પ્રેઝન્‍ટેશન, વર્કશોપ, તથા આરોગ્‍ય વિષયક પ્રવૃતિઓ ઉપરાંત ફ્રી હેલ્‍થકેર સ્‍કિ્‌નીંગનું આયોજન કરાયું હતું.

કોન્‍ફરન્‍સમાં દીપ પ્રાગટય પ્રસંગે આમંત્રિત કરાયેલા મહાનુભાવોમાં  ર્વ્‍સ્‍ખ્‍લ્‍શી ચેરમેન તથા ઘ્‍ચ્‍બ્‍ શ્રી એચ.આર.શાહનો સમાવેશ કરાયો હતો. તેવું ર્વ્‍સ્‍ખ્‍લ્‍શી ન્‍યુઝલેટર દ્વારા જાણવા મળે છે. (૪૬.૭)

(10:05 pm IST)