મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

યુ.એસ.માં રેડફોર્ડ યુનિવર્સિટીની કોલેજ ઓફ બિઝનેસના ડિન તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી જોયેન્‍દુ ભાદુરીની નિમણુંકઃ ૧ ઓગ. ૨૦૧૮ થી હોદો સંભાળશે

ન્‍યુયોર્કઃ યુ.એસ.ની રેડફોર્ડ યુનિવર્સિટીની કોલેજ ઓફ બિઝનેસ એન્‍ડ ઇકોનોમિકસના નવા ડિન તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી જોયેન્‍દુ ભાદુરીની નિમણુંક થઇ છે. તેઓ ૧ ઓગ.૨૦૧૮થી હોદો સંભાળશે.

હાલમાં તેઓ સ્‍ટેટ યુનિવર્સિટી ઓફ ન્‍યુયોર્કની સ્‍કૂલ ઓફ બિઝનેસ એન્‍ડ મેનેજમેન્‍ટમાં પ્રોફેસર તથા ડિન તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે જુદા જુદા હોદાઓ સાથેનો બહોળો અનુભવ ધરાવે છે.

તેમણે ભારતની બનારસ હિન્‍દુ યુનિવર્સિટીમાંથી ઇલેકટ્રોનિકસ એન્‍જીનીઅરીંગની બેચલર ડીગ્રી મેળવેલી છે. તથા દલાસ ખાતેની યુનિવર્સિટી ઓફ ટેકસાસમાંથી મેનેજમેન્‍ટ સાયન્‍સ સાથે ડોકટરેટની પદવી મેળવી છે.

 

(10:01 pm IST)