મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

હવે, ચાલુ ટ્રેને સેલ્ફી લેવી ભારે પડશે:છ મહિનાની જેલ કે બે હજારના દંડની જોગવાઈ

નવી દિલ્હી :ચાલુ ટ્રેને સેલ્ફી લેવા જતાં પડી જવાના અને ટ્રેનની સામે સેલ્ફી લેવાના ચક્કરમાં ટ્રેનમાં બનતા અકસ્માતને પગલે હવે રેલવેએ કડક નિયમો બનાવ્યા છે.ગત  22 મેએ ઈશ્યૂ કરાયેલા પત્રમાં ટ્રેનમાં સેલ્ફી લેવાને ગુનાની શ્રેણીમાં સામેલ કરવાની જાણકારી મળી છે. જે અંતર્ગત હવે ટ્રેનમાં સેલ્ફી લેતા પકડાવા પર છ મહિનાની જેલ કે બે હજાર રૂપિયા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.    

(9:06 pm IST)