મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

મહારષ્ટ્રમાં ગાયના દૂધના ભાવમાં લિટરે 4 રૂપિયાનો ઘટાડો :16મીથી અમલ

ડીલર્સના માર્જિનને કાપીને ગ્રાહકોને સીધો લાભ આપવાનું આયોજન

મુંબઈ:મહારાષ્ટ્રમાં લગભગ ૩૦ જેટલી ડેરી બ્રાન્ડસના એક વિભાગએ.૪ પ્રતિ લિટર દ્વારા રિટેલ ગાયના દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે અને  અન્ય બ્રાન્ડસને પણ આ જ શ્રેણીમાં આવવાની ફરજ પાડી છે.આ ભાવમાં ઘટાડોએ ૧૬ જૂનથી લાગૂ થશે. જ્યારે અન્ય વિવિધ બ્રાન્ડમાં ગાયોના દૂધની કિંમત લિટરદીઠ ૪૨ થી ૪૫ છે, જેમાં હવે ઘટાડો થઈને લિટરદીઠ.૩૮ થી ૪૦ જોવા મળશે.

પ્  રકાશ કુટવાલ, જે કુટવાલ ફૂડ બાન્ડ હેઠળ દૂધની પ્રોડક્ટ અને ઊર્જા બ્રાન્ડનું વેચાણ કરે છે.તેમણે જણાવ્યું હતું કે , અમે ખેડૂતોને ઊંચા ભાવ ચૂકવવા માટે સક્ષમ નથી કારણ કે દૂધના પાવડરના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થયો છે. અને હવે અમે ડીલર્સના માર્જિનને કાપીને ગ્રાહકોને સીધો લાભ આપવાનું નક્કી કર્યું છે

(8:54 pm IST)