મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

કેબમાં પ્રવાસ કરતી મહિલાઓને મળશે સાથી યાત્રી પસંદ કરવાનો અધિકાર

મહિલા યાત્રીઓ સાથે યૌન શોષણમાં મામલા બહાર આવતા કેન્દ્ર સરકાર કરશે મહત્વનો નિર્ણય

નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે, કે ટેકસીઓ ચલાવતા ઓલા અને ઉબર જેવી સંસ્થાઓ તેમના કારથી પ્રવાસ કરતી મહિલાઓને સાથી યાત્રી પસંદ કરવાનો અધિકાર આપે. કાર ચાલકો દ્વારા મહિલા યાત્રીઓ સાથે યૌન શોષણનો મામલો સામે આવતા કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. આ મામલે કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રાલય ટેકસી ચલાવતા સમૂહો સાથે એક બેઠક કરવાની તૈયારી કરી રહ્યુ છે.

  એક સિનીયર અધિકારીએ આ અંગે જણાવ્યુ કે મહિલાઓની સુરક્ષા વધારવા કેટલાક મહત્વના નિર્ણયો લેવાશે. ટેકસી ચાલકો મહિલા યાત્રીઓને ફરજીયાત તેમની સાથે પ્રવાસ કરી શકે તેવા કોઇને પસંદ કરવાનો અધિકાર આપવો જોઇએ.

  આ અંગે થોડાક દિવસ પહેલા કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીએ બાળ અને મહિલા વિકાસ મંત્રાલયની બેઠકમાં આ પ્રસ્તાવ કર્યો હતો. 5મી જૂને એક ઓલા કારમાં ડ્રાઇવરે બેંગ્લોરમાં એક મહિલાને કપડા ઉતારવા મજબૂર કર્યો હતો, ત્યાર બાદ આ ડ્રાઇવરની ધરપકડ કરાઇ હતી. આ અંગે ઓલાએ જણાવ્યુ હતુ, કે અમે સુરક્ષાને ધ્યાને રાખી જરૂરી સુધારો કરી રહ્યા છીએ, એપમાં પણ યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખવામાં આવી છે, અને વધુ યોગ્ય વ્યવસ્થા તૈયાર કરવા માટે સરકાર સાથે કામ કરવાની પોતાની તૈયારી પણ બતાવી હતી.

(8:27 pm IST)