મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

પેટ્રોલ -ડીઝલના ભાવમાં ફરી વધારો થશે ?: બે દિવસથી ભાવ નહિ ઘટતા લોકોમાં ચિંતા

સતત 14 દિવસ સુધી ભાવમાં ઘટાડો થયો પહેલા એકધારા 16 દિવસ સુધી ભાવમાં ભારે વધારો થયો હતો હવે શું ?

નવી દિલ્હી :પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીવાર વધારો થશે કે કેમ ? આ અંગે લોકોમાં ચિતાની લાગણી પ્રસરી છે આજે સતત બીજા દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી.આ પહેલા સતત 14 દિવસ સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો.જો કે તે પહેલા સતત 16 દિવસ ભાવમાં ભારે વધારો થયો હતો. હવે સવાલ એ છે કે બે દિવસ ભાવમાં સ્થિરતા ફરી વધારો થવાનો સંકેત તો નથી ને? તેવા સવાલો  લોકોમાં ઉઠ્યાં છે

  છેલ્લા બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવાથી અનેક પ્રકારના સંકેત મળી રહ્યા છે. પહેલો એ કે ગત બે દિવસ ચાલેલીએ અમેરિકન ફેડ રિઝર્વેની મીટિંગમાં વ્યાજ દરમાં વધારો કરાયો છે. જેની અસર વૈશ્વિક સ્તરેક્રુડના ભાવ પર પણ પડશે. જો વૈશ્વિક સ્તરે ક્રુડનાભાવ વધશે તો ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નિશ્ચિત છે. આ ઉપરાંત અમેરિકન ડોલરની ચાલ પણ ક્રુડના ભાવ પર અસર કરશે જાણકારોનુ માનવુ છે કે હાલ ક્રુડના ભાવ વધવાની શકયતા છે.

(8:21 pm IST)