મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

નીરવ મોદી ભારતીય પાસપોર્ટથી નહીં પરંતુ સિંગાપુર પાસપોર્ટથી યુકેમાં અલગ-અલગ જગ્‍યાએ ફરે છેઃ લંડનથી બ્રુસેલ્સ ભાગી ગયો હોવાની સંભાવના

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્‍ક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર નીરવ મોદી લંડનથી બ્રુસેલ્સ ભાગી ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નીરવ મોદીએ લંડનમાં રાજનૈતિક શરણની માગ કરી હતી. પરંતુ આની ચર્ચા મીડિયામાં વધવાને કારણે નીરવ મોદી બ્રુસેલ્સ જતો રહ્યો હોય તેવી સંભાવના સેવાઇ રહી છે.

મીડિયામાં આવેલા સમાચાર પછી નીરવ મોદી મંગળવારે કે બુધવારે બ્રુસેલ્સ જતો રહ્યો છે. જ્યારે લંડનમાં રાજનૈતિક શરણની ખબરોમાં હંગામા પછી આ થયું હતું. કેટલાક દિવસો પહેલા આવેલા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે નીરવ મોદી લંડનમાં રાજનૈતિક શરણ લેવાના છે. જે પછી ભારતીય આલા કમાને તે બ્રિટન પહોંચે તેની રાહ જોઇ રહ્યાં હતાં. કારણ કે બ્રટિશ સરકાર પાસેથી નીરવ મોદી ત્યાં છે તેવી પુષ્ટી થઇ શકે છે.

કહેવામાં આવે છે કે ફરાર નીરવ મોદી ભારતીય પાસપોર્ટથી નહીં પરંતુ સિંગાપુર પાસપોર્ટથી યુકેમાં અલગ અલગ જગ્યાએ ફરે છે. એક દિવસ પહેલા જ નીરવ મોદી સામે જારી કરેલ ડિફ્યૂઝન નોટિસ પર જવાબ આપ્યો હતો. 13400 કરોડના પીએનબી બેંક ફ્રોડમાં ફરાર આરોપી છે. સોમવારે સીબીઆઈએ ઇન્ટરપોલથી નીરવ મોદી અને તેના બેલ્જિયમ નીવાસી ભાઇ નિશાલની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાનો અનુરોધ હતો. મંગળવારે નીરવ મોદીના પરિવાર સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

ઇન્ટરપોલે ભારતીય સરકારને જાણકારી આપી છે કે નીરવ મોદીના પાસપોર્ટ પર 31 માર્ચથી કોઇ મૂવમેન્ટ નથી થઇ. જો તે સિંગાપુર પાસપોર્ટનો ઉપયોગ કરીને ફરી રહ્યો છે તો તેમાં ભારતીય સરકાર કશુ નથી કરી શકતી કારણ કે તેના ભારતીય પાસપોર્ટ પર બિનજામીન વોરંટ જારી છે. જેના માટે સિંગાપુર સરકાર પર દબાણ બનાવવું પડશે.

લંડનના ભારતીય હાઇ કમીશનના સૂત્રોએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે પૈસાથી કાંઇપણ ખરીદી શકાય છે એટલે નીરવ મોદી જો ભારતીય પાસપોર્ટનો પણ ઉપયોગ કરી રહ્યો હોય તો કશું કહી નથી શકાતું. આગળ પૂછતાં તેણે સિંગાપુર પાસપોર્ટની વાત કરી.

ભારતીય હાઇકમિશનના સૂત્રો પ્રમાણે, 'અમે જાણી નથી શકતા તે કયા પાસપોર્ટ પર ફરી રહ્યો છે. જો કોઇ ભારત આવે છે તો અમને જાણ હોય છે કે તે કયા પાસપોર્ટ પર ફરે છે પરંતુ તે લંડનમાં છે તો તેમને જ ખબર હોય કે તે કયા પાસપોર્ટ પર ફરે છે.'

(6:11 pm IST)