મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

તામિલનાડુની સરકાર ઉપરથી હાલ ખતરો ટળ્યોઃ મદ્રાસ હાઇકોર્ટનો 'વિભાજીત ફેંસલો'

૧૮ ધારાસભ્યોનો મામલો ૩ જજોની બેંચ પાસેઃ જો કે રાહત મળી નથીઃ સભ્યપદ રદ થશે?

નવી દિલ્હી તા. ૧૪ :.. તામીલનાડુની ઇ.પલાનીસ્વામી સરકારને મોટી રાહત મળી છે. ગયા વર્ષે અન્ના ડીએમકેની પલાનીસ્વામી સરકારને આપેલો ટેકો પાછો લેનાર ટી. ડી. દિનાકરણ જુથના ૧૮ ધારાસભ્યોની કિસ્મત અંગે મદ્રાસ હાઇકોર્ટે ફેંસલો સંભળાવ્યો છે.

સુનાવણી દરમ્યાન બે જજોની બેન્ચની વચ્ચે આ મામલા અંગે સહમતી ન થઇ. ચીફ જસ્ટીસ ઇન્દીરા બેનર્જીએ કેસને ફગાવી દીધો તેમણે વિધાનસભાના સ્પીકરના ફેંસલાને યોગ્ય ઠેરવ્યો હતો. અને કહ્યું હતું કે સ્પીકર પાસે આનો અધિકાર છે.

તો બેન્ચના બીજા જજે આનાથી ઉલ્ટો ફેંસલો સંભળાવ્યો હતો. હવે આ કેસ ૩ જજોની બેંચ પાસે ચાલ્યો ગયો છે એટલે કે હાલ સરકાર ઉપર ખતરો નથી. હાઇકોર્ટનો ફેંસલો વિભાજીત રહ્યો છે.

અત્રે એ નોંધનીય છે કે સ્પીકરેએ બધા ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતાં જે પછી  તેઓએ મદ્રાસ હાઇકોર્ટમાં તેને પડકાર્યો હતો. કોર્ટના ફેંસલાની સીધી અસર સરકાર પર પડી શકતી હતી.

જો કે બાગી ધારાસભ્યોને રાહત નથી મળી તેઓનું સભ્યપદ રદ થશે જ.

(4:20 pm IST)