મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

વેઇટીંગ ઇ-ટીકીટ ધારક યાત્રિકો પણ હવે ટ્રેનમાં સફર કરી શકશેઃ સુપ્રીમ કોર્ટ

મુસાફર પાસે ઇ-ટીકીટ છે અને તેનુ નામ વેઇટીંગ લીસ્ટમાં છે તો તેને મુસાફરી કરવાનો અધિકાર

 નવી દિલ્હીઃ વેઇટીંગ ટિકીટવાળા પેસેન્જરો પણ હવે ટ્રેનમાં મુસાફરી કરી શકશે. સુપ્રીમકોર્ટે એકમ ચુકાદો આપતા કહયું કે કોઇપણ રેલયાત્રી પાસે ઇ-ટીકીટ છે અને તેનુ નામ વેઇટીંગ  લીસ્ટમાં છે તો તેને યાત્રા કરવાનો પુરો અધિકાર છે.

 રેલ્વે તંત્ર દ્વારા એક એવો ખાસ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. કે જેના થકી એજન્ટો ખાલી સીટો ઉપર પોતાનો કબ્જો જમાવી નહિ શકે કોર્ટે રેલ્વેને એવો પણ આદેશ આપ્યો છે કે તે જલ્દી આ સ્કીમ લાગુ કરે. જેનાથી ખોટાનામ ટિકીટ બુક કરવાવાળા એજન્ટો ઉપર રોક લગાવી શકે. જો કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ  પણ રેલ્વે તરફથી  કોઇ પ્રતિભાવ આવ્યો નથી. ૨૦૧૪માં દિલ્હી હાઇકોર્ટ પોતાનો નિર્ણય આપ્યો હતો કે કાઉન્ટર ટિકીટ અને ઇ-ટિકીટ ધારકો વચ્ચે ભેદભાવ ન હોવો જોઇએ જેના માટે રેલ્વે છ મહિનાની અંદર પગલા લ્યે ત્યારબાદ હવે સુપ્રીમકોર્ટે પોતાના ફેસલાથી ઇ-ટીકીટ ધારકોને આપી રાહત આપી છે.

 દિલ્હી હાઇકોર્ટે પોતાના ફેંસલામાં કહયું હતુ કે ચાર્ટ બનાવ્યા બાદ પણ વેઇટીંગ ટિકિટ ઓટોમેટીક રીતે કેન્સલ થાય કે ન થાય. ઇ-ટિકીટના બુકીંગ સમયે જ ઓપ્શન મળવુ જોઇએ. મુસાફરોને સારી સુવિધાઓ મળશે તો તેઓને સફર કરવું આસાન બની જશે.

(4:09 pm IST)