મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

રહેવાના ખર્ચની દ્રષ્ટિએ બેન્ગલોર બીજા નંબરનું બેસ્ટ શહેર

જો તમારે નવા શહેરમાં સ્થળાંતર કરવું હોય તો ખર્ચની દ્રષ્ટિએ ભારતનું બેન્ગલોર શહેર વિશ્વમાં બીજા નંબરનું સૌથી સારૂ શહેર છે. નેટ્સપિક નામના સર્ચ-એન્જિને નવા શહેરમાં સ્થળાંતર કર્યા પછી પહેલા જ મહિને કેટલો ખર્ચ આવે એની ગણતરી કરીને આ તારણ બહાર પાડયું છે. વિશ્વનું સૌથી સસ્તું રીલોકેશન માટેનું શહેર છે. ઇજિપ્તનું કૈરોમાં શિફટ થાઓ તો પહેલા મહિનાનો ખર્ચ લગભગ ૬પ૬ અમેરિકન ડોલર એટલે કે ૪૪,૩૬૨ રૂપિયા આવે જયારે બેન્ગલોરમાં ખર્ચ ૭૪૨.૧૩ અમેરિકન ડોલર એટલે કે પ૦,૧૮૬ રૂપિયાનો ખર્ચ આવે છે.

બીજી તરફ રીલોકેશન બાદ સૌથી મોઘું શહેર દુબઇ ગણાયું હતું કેમ કે અહીં પહેલા મહિનાનો ખર્ચ ૪૨પ૧ અમેરિકન ડોલર એટલે કે ૨,૮૭,૪૭૬ રૂપિયાનો ખર્ચ આવે છે.

(3:56 pm IST)