મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

ભૈયુજી મહારાજની ૨૦૦ કરોડની પ્રોપર્ટીનો ઉત્તરાધિકારી સેવક શંકાના ઘેરામાં?

આત્મહત્યા અંગે પોલીસ દરેક રીતે તપાસ કરી રહી છેઃ સી બી આઇ તપાસની માંગ

નવીદિલ્હી, તા.૧૪: ધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજની બુધવારે ઈન્દોર ખાતે અંત્યેષ્ટિ કરવામાં આવી, ભૈયુજી મહારાજને મુખાગ્નિ તેમની દીકરી કુહૂએ આપી હતી. આ દરમિયાન તેમની પત્ની આયુષી અને માતા આશ્રમમાં જ રહ્યાં. તો બીજી તરફ બુધવારે ભૈયુજી મહારાજની બીજી સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેઓએ પોતાનો ઉત્ત્।રાધિકારી સેવક વિનાયકને બનાવ્યો છે. જો કે આ મામલે ફેંસલો ટ્રસ્ટ લેશે.

ભૈયુજી મહારાજનો સેવક વિનાયક છેલ્લાં ૧૫ વર્ષથી તેમની સાથે રહેતો હતો. તેને ભૈયુજી મહારાજનો સૌથી નજીકનો વ્યકિત માનવામાં આવતો હતો.સુસાઈડ નોટના બીજા પેજમાં ભૈયુજીએ પોતાનો આશ્રમ, પ્રોપ્રટી અને તમામ નાણાંકીય નિર્ણયો લેવાની જવાબદારી વિનાયકને આપી છે.

 વિનાયકે જણાવ્યું કે ભૈયુજી મહારાજ જયાં જતા ત્યાં એવું જોતા નહીં કે કોણ કેવું છે. જયાં મન થાય ત્યાં તે બેસી જતા, વાત કરતા. નુક્કડ સભા તેઓ ખુબ કરતા હતા.સેવકે વધુમાં કહ્યું કે, અમે ૨૦૦૨માં સામુહિક લગ્ન કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેઓએ જળ સંવર્ધન યોજના પણ શરૂ કરી હતી. અંતે વિનાયકે કહ્યું કે, સંસ્થા અમારી કમિટી છે. તેની સાથે મળીને, પરિવાર સાથે મળીને જે જવાબદારી આવશે તેને પૂરી કરીશ.

ભૈયુજી મહારાજની શ્રી સદગુરૂ દત્ત્। ધાર્મિટ ટ્રસ્ટની દેશભરમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્ત્િ। છે.સેવક વિનાયકને જો ઉત્ત્।રાધિકારી બનાવવામાં આવે તો તે સીધો જ ૨૦૦ કરોડની પ્રોપર્ટીનો માલિક બની જશે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભૈયુજી મહારાજના એકલા મહારાષ્ટ્રમાં જ ૨૦ વધુ કેન્દ્રો છે. ઈન્દોરમાં બે ઘર છે જયારે ૧૦થી વધુ લકઝરી કાર છે.

(5:10 pm IST)