મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

કેજરીવાલ વગેરે ૩ દિવસથી ન્હાયા પણ નથીઃ ૪ લોકો માટે માત્ર એક જ ટોયલેટ

૪૮ કલાકથી કેજરીવાલ અને તેમની અડધી કેબીનેટ ઉપરાજ્યપાલના રાજ નિવાસના એક રૂમમાંથી કામ કરી રહી છે : સોફા ઉપર સૂવે છે, બહારથી ખાવાનું આવે છેઃ રૂમમાંથી જ ફાઈલોનો નિકાલ

નવી દિલ્હી, તા. ૧૪ :. છેલ્લા ૪૮ કલાકથી અરવિંદ કેજરીવાલ અને તેમની અડધી કેબીનેટ ઉપરાજ્યપાલ અનિલ બૈજલના રાજ નિવાસમાં એક રૂમમાંથી કામ કરી રહી છે. આ નાના રૂમમાંથી સરકારી ફાઈલોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ફર્નિચર અને સોફા ઉપર આ લોકો રાત્રીના સૂવે છે અને ધરણા પર બેઠેલા આ લોકો માત્ર એક વોશ રૂમનો ઉપયોગ કરી રહ્યા છે. માત્ર થોડાક જ સ્ટાફને મળવાની છૂટ છે. કર્મચારીઓનો એક નાનો સમૂહ કેજરીવાલ અને તેમના પ્રધાનોને જરૂરી સંદેશ પહોંચાડવાથી લઈને ખાવાપીવાનું ઉપલબ્ધ કરાવી રહ્યા છે. સોમવારથી આ લોકો ધરણા પર બેઠા છે. કેજરીવાલ, મનીષ સીસોદીયા, ગોપાલ રાય અને સત્યેન્દ્ર જૈન હડતાલ પર બેઠા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આપના આ નેતાઓ ૩ દિવસથી ન્ર્ીહાયા વગર બેઠા છે. તેમને પક્ષના નેતાઓએ ટુથબ્રશ અને પેસ્ટ પહોંચાડી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બધા સતત સોશ્યલ મીડીયા પર પોતાનો સમય વિતાવી રહ્યા છે. બધાને સૂવામાં તકલીફ પડી રહી છે. ગોપાલ રાયને કમ્મરની સમસ્યા છે. તેમને વધુ તકલીફ પડી રહી છે.

(3:07 pm IST)