મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

કેરળમાં ભારે વરસાદ : ભેખડ ઘસી પડતા બાળકી સહીત ત્રણના મોત

પર્વતીય વિસ્તારોમાં પાણી ભરાયા : અતિભારે વરસાદથી ખેતી-પાકને નુકશાન

કેરળમાં ભારે વરસાદને લીધે અત્યાર સુંધીમાં 27 જેટલાં લોકોનાં મોત થયા છે. ગુરુવારે કેરળમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડી હતી જેમાં 9 વર્ષની છોકરી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતા. આ ઘટના કેરળનાં કોઝીકોડમાં બની હતી. સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.


   કેરળનાં ઘણા જિલ્લાઓમાં પાણી ભરાવાનાં બનાવો બન્યા છે પર્વતીય વિસ્તારો જેવાં કે મલાપુરમ, વાયંડમાં પાણી ભરાયાં છે અને આ વિસ્તારોમાં ભેખડો ધસી પડી છે. અતિભારે વરસાદને કારણે ખેતી-પાકને પણ નુકશાન થયું છે. કરેળમાં હજ્જારોની સંખ્યામાં ઘરોને નુકશાન થયું છે. સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા લોકોને રાત્રિ દરમિયાન પ્રવાસ નહીં  કરવા લોકોને સૂચના આપી છે

 

(1:54 pm IST)