મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

કેરળ-કર્ણાટકને જોડતા રસ્તાઓ તૂટ્યા :ભારે વરસાદથી 100થી વળગુ વૃક્ષો ધરાશયી

60 આર્મી જવાનોની ટીમ રસ્તા ક્લિયર કરાવવામાં જોડાઈ :સરકાર દ્વારા 45 રાહત કેમ્પો શરુ :બે દિવસ ભારે વરસાદની આગાહી

કેરળમાં ભારે વરસાદથી ભારે વરસાદને કારણે 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. કેરળ અને કર્ણાટકને જોડતા રસ્તાઓ તૂટી ગયા છે. 60 આર્મી જવાનોની ટીમ આ રસ્તાઓને ક્લીયર કરવામાં જોડાઇ છે.


   કેરળ સરકાર દ્વારા 45 રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ કેરળમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

(1:54 pm IST)