મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

બળાત્કાર કેસમાં દાંતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ

યુવતિને બાબાની શિષ્યા બળજબરીથી રૂમમાં લઇ જતી ઇન્કાર કરે તો અન્ય ચેલા સાથે યૌન સબંધ રાખે છે તેવું જણાવી દેવાની ધમકી આપતી

નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે યુવતી સાથે બળાત્કાર કેસમાં આરોપી સ્વયંભૂ બાબા દાતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે આ કેસમાં યુવતીએ દાતી મહારાજ સામે ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તે દસ વર્ષથી બાબાની શિષ્યા રહી છે, પરંતુ દાતી મહારાજ અને તેમના બે શિષ્ય દ્વારા તેના પર બળાત્કાર કરાયા બાદ તે તેના વતન રાજસ્થાન પરત ચાલી ગઈ હતી

  પોલીસે વધુમાં જણાવ્યું કે મેજિસ્ટ્રેટ સમક્ષ પી‌િડતાનું નિવેદન લેવામાં આવ્યું છે અને આ કેસનો આરોપી દાતી મહારાજ દેશ છોડી ફરાર થઈ ન જાય તે માટે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આ‍વી છે.

  યુવતીએ જણાવ્યું છે કે બાબાની અન્ય મહિલા અનુયાયી તેને મહારાજના રૂમમાં બળજબરીથી લઈ જતી હતી અને જો તે ઈનકાર કરે તો ધમકાવતી હતી કે તે તમામને જણાવી દેશે કે તે અન્ય ચેલા સાથે પણ યૌનસંબંધ રાખે છે.

  આ યુવતી બે વર્ષ પહેલાં આશ્રમમાંથી ભાગી ગઈ હતી અને ત્યારબાદ ઘણા સમય સુધી ગુમસુમ રહી હતી પણ બાદમાં તેણે તેનાં માતા-પિતા પાસે જઈ તેની સાથે થયેલા દુષ્કર્મ અને આપવીતીની અન્ય વિગતો જણાવતાં આખરે આ યુવતીએ હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવતાં દાતી મહારાજનાં કરતૂતો બહાર આવ્યા હતા.

(12:54 pm IST)