મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

પાકિસ્તાન કંગાળ : ભારતના ૫૦ પૈસા બરાબર પાકનો રૂપિયો

તારણહાર કોણ બનશે ? અર્થવ્યવસ્થા કથળી

ઇસ્લામાબાદ તા. ૧૪ : છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈદનો તહેવાર નજીક છે ત્યારે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઘણી વધી ગઈ છે. ઘણાં સમયથી લોન અને તેની ભરપાઈ માટેના વિવિધ રસ્તા શોધવા છતાં પણ મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું.

મંગળવારના આંકડા અનુસાર, એક અમેરિકન ડોલરની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયાની કિંમત ૧૨૨ પર પહોંચી ગઈ છે. માત્ર સોમવારે જ પાક. રૂપિયામાં આશરે ૩.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો ભારતની સાથે પાકિસ્તાનની સરખામણી પણ કરવામાં આવે તો ત્યાંની આર્થિક સ્થિતિ વધુ ખરાબ અને મુશ્કેલી ભરેલી છે. ભારતીય રૂપિયાની કિંમત હાલમાં ૬૭ પર છે એટલે કે ભારતના ૫૦ પૈસા બરાબર પાકિસ્તાનના ૧ રૂપિયાને બરાબર પહોંચી ગઈ છે.

બીજી તરફ આગામી મહિને પાક.માં સામાન્ય ચૂંટણી જવા થઈ રહી છે. તે સ્થિતિમાં દેશની બગડતી આર્થિક હાલત ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બની શકે છે. તેમજ પાકિસ્તાન ચૂંટણી પછી IMF પાસેથી વધુ એક લોનની માંગણી કરી શકે છે. દેશના સંતુલન સંકટને પહોંચી રહેવા માટે ૨૦૧૩માં પણ પાકિસ્તાને ત્પ્જ્દ્ગક મદદ લીધી હતી.

પાક.ના નાણામંત્રી શમશાદ અખ્તરના અનુસાર, અમારે ૨૫ અબજ ડોલરના વેપારમાં થયેલ ખોટને ભરપાઈ કરવા માટે દેશના આર્થિક ભંડારની મદદ લેવી પડશે. જેના સિવાય અન્ય કોઈ જ માર્ગ નથી. દેશની કેન્દ્રીય બેન્કે રૂપિયામાં ૩.૭%નું અવમૂલ્યન કરેલ છે. જે પણ પાક. માટે પ્રમુખ ચિંતાનો વિષય છે.

હાલમાં આવેલ એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે હવે ૧૦.૩ અબજ ડોલરની જ વિદેશી મુદ્રા બાકી છે, જે ગત વર્ષે મે મહિનામાં ૧૬.૪ અબજ ડોલર પર હતી. આ તરફ પાકે. ચીન અને તેની બેન્કોમાંથી આ નાણાંકીય વર્ષમાં આશરે ૫ બિલિયન ડોલર સુધીની લોન લીધી છે. જયારે એવું પણ સામે આવી રહ્યું છેકે સ્થિતિને ખરાબ થતી જોતાં ચીન પાસેથી વધુ ૧-૨ બિલિયન ડોલરની નવી લોન લઈ શકે છે.

આ વાત સાફ દર્શાવે છેકે પાકિસ્તાન આર્થિક બાબતો પર સીધો ચીન પર આધાર રાખીને બેઠું છે. તેની સ્થિતિમાં સુધારો કરવા માટે ચીનની મદદ આવશ્યક બની છે. વિદેશી મુદ્રાની હાલત ખરાબ હોવાના કારણે ચીન પાસેથી મદદ મેળવીને પાકિસ્તાન પોતાની સ્થિતિ બેઠી કરી શકે છે.

(12:29 pm IST)