મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

BSE હવે NSE કોમોડિટી વાયદા લોન્ચ કરવાની તૈયારીમાં

ઓકટોબર મહિનાથી નવા નિયમો લાગુ પડ્યા વાયદા શરૂ થવાની ધારણા

મુંબઇ તા.૧૪ : દેશમાં એક તરફ કોમોડિટી વાયદાનું વોલ્યુમ ઘટી રહ્યુ છે. , પરંતુ બીજી તરફ સ્ટોક એકસચેન્જો પણ હવે કોમોડિટી વાયદા  તરફ વળી રહ્યા છે. અગાઉ એશિયાના સૌથી મોટા સ્ટોક એકસચેન્જ બોમ્બે સ્ટોક એકસચેન્જ (BSE) એ કોમોડિટી વાયદા ચાલુ કરવાની જાહેરાત કર્યા બાદ હવે નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) પણ ટુંક સમયમાં કોમોડિટી વાયદાશરૂ કરે એવી સંભાવના છે.

 

સુત્રોના જણાવ્યા પ્રમાણે રેગ્યુલેટર સેબીએ અગાઉ જાહેરાત કરી એમ ઓકટોબર મહિનાથી કોમોડિટી અને સ્ટોક એકસચેન્જ બન્ને માટે એક જ નિયમ લાગુ પડશે અને કોમોડિટી પણ એક પ્રોડકટ તરીકે જ માન્યતાપ્રાપ્ત એકસચેન્જો ચાલુ કરી શકશે. એના સંદર્ભમાંBSE એ ઓકટોબર મહિનાથી જ કોમોડિટીના વાયદા લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

હવે NSEપણ પહેલી ઓકટોબર થી જ વાયદો લોન્ચ કરે એવી સંભાવના છે.

દેશમાં કોમોડિટી બજારોની કમાન સેબીએ સંભાળ્યા બાદ અનેક નવા નિયમો જાહેર કર્યા છે અને ક્ષેત્રીય લેવલના એકસચેન્જો બંધ થઇ ગયા છે. હવે માત્ર રાષ્ટ્રીય એકસચેન્જો જ કાર્યરત હોવાથી એમને પણ શેરબજારની ગાઇડલાઇન્સ પ્રમાણે જ નિયમલ પાળવા માટેની નવી જોગવાઇઓ આવી રહી છે. આવી સ્થિતીમાં હોકટોબર મહિનાથી કોઇ પણ એકસચેન્જ કોમોડિટી વાયદા શરૂ કરી શકશે. જેના ભાગ રૂપે બન્ને એકસચેન્જ વાયદાઓ લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. (૧૭.૩)

 

(11:47 am IST)