મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

બાવીસ દવાના ભાવ નક્કી કરાયા

નવી દિલ્હી તા. ૧૪ : એચઆઇવી, બેકટેરિયાથી લાગતા ચેપ અને હૃદયરોગની સારવારમાં કામ આવતી ૨૨ દવાઓની છૂટક અને ટોચની કિંમત નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ નક્કી કરી છે.

એનપીપીએ ૨૦ દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે અને બીજી બે દવાઓની ટોચની કિંમત પણ નક્કી કરી છે એમ તેમની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે.

આ કિંમતો ડ્રગ (પ્રાઇસીસ કંટ્રોલ) ઓર્ડર-૨૦૧૩ મુજબ નક્કી કરવામાં આવી છે કે તેમાં સુધારો કરવામાં આવ્યો છે.

કો-ટ્રીમોકલાઝોલ (સલ્ફામેથોકસા ઝોલ-એ) અને ટ્રીમેથોપ્રીમ (બી) આ બંને ગોળીઓે બેકટેરિયાથી તથા ચેપની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે અને ઓઆરએસ માટે તે કામમાં આવે છે, તે સિલિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે.

વિવિધ કંપનીઓ એસિડિટી અને ગેસ્ટ્રોએસોફાજીલ રિફલ્કસ રોગ માટે ઓમેપ્રાઝોલ ડોમ્પેરીડોન કેપ્સ્યુલ તેમ જ દાઝી જવાને કારણે ચામડીના ચેપની સારવાર માટે ઉપયોગી એવા કલોટ્રીમાઝોલ બેકલોમિથાસોન ક્રીમનું ઉત્પાદન અને વેચાણ કરે છે, તેની છૂટક કિંમત પણ ફિકસ કરવામાં  આવી છે.

કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રોસુવાસ્ટેટીન કલોપીડોગ્રેલ ટેબ્લેટ અને એચઆઇવીની સારવારમાં ઉપયોગી એવી ટાઇગ્લીસેરાઇડ્સ અને ટેનોફોવીર ડિસોપ્રોકસીલ ફયુમારેટ લેમીવીડાઇન ઇફાવીરેન્ઝ ટેબ્લેટના છૂટક ભાવ પણ ફિકસ કરવામાં આવ્યા છે.(૨૧.૮)

(10:16 am IST)