મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

જ્યૂસ પાછું આપીને બાકીના પૈસાની ટિકિટ ખરીદી : ન્યુજર્સીનો તૈયબ સુમી જીત્યો 2124 કરોડની લોટરી

 

જ્યુશની બોટલ પાછી આપવા ગયેલા એક વ્યક્તિએ બાકીના પૈસાથી ખરીદેલ ટિકિટને કારણે તે 2124 કરોડની લોટરી જીત્યો હતો ન્યૂ જર્સીમાં રહેનારા 55 વર્ષના તૈયબ સૂમી 5 ડોલરની એક ઓરેન્જ જ્યૂસની બોટલ લઈને આવ્યો હતો. જ્યારે તે જ્યૂસ લઈને ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ કહ્યું કે, તે પણ બ્રાન્ડની ઓરેન્જ જ્યૂસની બોટલ 2.50 ડોલરમાં લઈને આવી છે. સાંભળીને સૂમી જ્યૂસની બોટલ લઈને પાછો તે સ્ટોર પર ગયો જ્યાંથી તેણે ખરીદી હતી.

  ત્યારે તેણે કાઉન્ટર પર એક પોવરબોલ જેકપોટ જોયો અને તે સમયે તેના પર 315 મિલિનય ડોલર (અંદાજિત 2124 કરોડ રૂપિયા) લખવામાં આવ્યું હતું. શૂમીને સંખ્યા સારી લાગી આથી તેણે જ્યૂસ પાછું કરીને બાકીના પૈસાની લોટરીની ટિકીટ ખરીદી લીધી. બાદ તે ટિકીટ વિશે પણ ભૂલી ગયો હતો.

  આગાલા દિવસે સૂમીએ પોતાની ગાડી ધોવડાવી લીધી. તે પોતાની લાડી લઈને જઈ રહ્યો હતો, તે સમયે સ્ટોર પાસેથી પસાર થતા સમયે તેણે ટિકીટ ચેક કરવાનો વિચાર આવ્યો. તે સ્ટોરમાં પહોંચ્યો અને ટિકીટ સ્કેન કરવા માટે મશીનમાં લગાવી. મશીનમાં ટિકીટ લગાવતા તેમાં લખેલું આવ્યું કે ટિકીટને રિટેલરને બતાવો. સૂમીને લાગ્યું કે મશીનમાં કઈક ખરાબી છે આથી તેણે ટિકીટ રિટેલરની આપી દીધી. જ્યારે રિટેલર ટિકીટ ચેક કરી તો તે હેરાન રહી ગયો અને લોટરી જીતવાની ખબર સૂમીને આપી.

(12:00 am IST)