મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

સલમાનખાન ત્રણ શાર્પશુટરોના નિશાના પર :હત્યાના ષડયંત્રના ખુલાસા બાદ મુંબઈ પોલીસે સુરક્ષા વધારી

 

મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યા કાવતરાનો ખુલાસો થયા બાદ મુંબઈ પોલીસે તેના ઘરની સુરક્ષા વધારી દીધી છે. ગેંગસ્ટર સંપત નેહરાએ તેની ધરપકડ બાદ તેણે ખુલાસો કર્યો હતો કે, તે છેલ્લા કેટલાક મહિનાથી સલમાન ખાનની હત્યાની યોજના બનાવી રહ્યો હતો.તેની ધરપકડ કરી લેવાઈ છે, પણ તેના ત્રણ સાથીદારો રાજુ, અક્ષય અને અંકિત હજુ પોલીસના હાથમાં આવ્યા નથી. ત્રણેય શાર્પશૂટર છે. પોલીસને આશંકા છે સલમાન ખાન ત્રણેયના ટાર્ગેટ પર છે, અને એટલે પોલીસે સલમાનની સુરક્ષા વધારી દીધી છે.

  સંપત નેહરા ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ સાથે કામ કરતો હતો. લોરેન્સ બિસ્નોઈએ સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ધમકી સમયે આપવામાં આવી હતી જ્યારે કાળિયારના શિકારના કેસમાં સલમાન જોધપુર કોર્ટમાં હાજરી આપવા ગયો હતો. રાજસ્થાનના લોરેન્સ બિસ્નોઈ ગેંગ સાથે સંપત નેહરાને હૈદરાબાદમાં ઝડપી લેવામાં આવ્યો હતો. સ્પેશયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) દ્વારા સંપતની ધરપકડ કરાયા બાદ તેણે સલમાનની હત્યાના કાવતરા અંગે જણાવ્યું હતું.

  દરમિયાનમાં સલમાનના પિતા સલીમ ખાને જણાવ્યું હતું કે, તેમને સલમાનને મળેલી ધમકી ચિંતાનો વિષય નથી, પણ સલમાનની સલમાતી બાબતે તેમને ચિંતા થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમને મુંબઈ પોલીસમાં વિશ્વાસ છે અને તે તેની ફરજ સારી રીતે નિભાવી રહી છે.

(12:13 am IST)