મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

‘‘જેફરસન એવોર્ડ'': યુ.એસ.માં કોમ્‍યુનીટી સેવાઓ માટે ન્‍યુજર્સી ગવર્નર દ્વારા અપાતો એવોર્ડઃ ર જુનના રોજ યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભમાં કોમ્‍યુનીટી માટે આરોગ્‍ય સેવાઓ ક્ષેત્રે કાર્યરત નોનપ્રોફિટ IHCNJ ના વોલન્‍ટીઅર્સનું બહુમાન કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍ટેટ ગવર્નર આયોજીત એવોર્ડ વિતરણ સમારંભમાં કોમ્‍યુનીટી સર્વિસ માટે યોગદાન આપનાર વ્‍યક્‍તિઓ તથા સંસ્‍થાઓનું બહુમાન કરાયુ હતું.

૨ જુન ૨૦૧૮ના રોજ પેરીઓટસ થિએટર ટ્રાન્‍ટોન ન્‍યુજર્સી મુકામે યોજાઇ ગયેલા આ એવોર્ડ વિતરણ સમારોહમાં છેલ્લા ૨૦ વર્ષથી કોમ્‍યુનીટી માટે નિસ્‍વાર્થ આરોગ્‍ય સેવાઓ આપનાર ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી (IHCNJ) વોલન્‍ટીઅર્સ ગૃપનું બહુમાન કરાયુ હતું.

તથા ગવર્નર ફિલ મુર્થીના વરદ હસ્‍તે પ્રશસ્‍તિપત્ર એનાયત કરાયું હતું જે પ્રસંગે PNC બેંક ન્‍યુજર્સીના પ્રેસિડન્‍ટ લિન્‍ડા બોડનએ એવોર્ડ વિજેતાઓને તેમની કોમ્‍યુનીટી સેવાઓ માટે બિરદાવી અભિનંદન આપ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે IHCNJ ૧૯૯૮ની સાલથી કોમ્‍યુનીટીની નિસ્‍વાર્થ આરોગ્‍ય સેવાઓ માટે કાર્યરત છે જેના ઉપક્રમે જુદા જુદા સ્‍થળોએ ફ્રી હેલ્‍થફેરના આયોજનો કરવામાં આવે છે.જેનો લાભ જરૂરિયાતમંદ કોમ્‍યુનીટી મેમ્‍બર્સને મળ્‍યો છે.

IHCNJ પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલ તથા ટ્રસ્‍ટી ડો. અશોક પટેલના નેતૃત્‍વ હેઠળ કાય૪રત આ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોતાના ફ્રી હેલ્‍થ કેમ્‍પમાં જુદા જુદા રોગોના નિષ્‍ણાંત તબીબો દ્વારા નિદાન કરી આપવામાં આવે છે. તથા રોત્રો થતા અટકાવવા માર્ગદર્શન આપવામાં આવે છે.

ઉપરાંત ન્‍યુજર્સી વોલન્‍ટીઅર્સ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે શિક્ષણ સુવિધા, પોષણક્ષમ આહાર, કુદરતી આપતિઓ વખતે સેવા, ઇમરજન્‍સી મેડીકલ સર્વિસ સહિતના ક્ષેત્રોમાં નિસ્‍વાર્થ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

IHCNJનો NJ BIZ હેલ્‍થકેર હીરોઝ ઇન એજ્‍યુકેશન હીરો કેટેગરી માટેના ફાઇનલ લીસ્‍ટમાં સમાવેશ કરાયો છે જે માટેનો એવોર્ડ વિતરણ સમારંભ ૧૯ જુનના રોજ સવારે ૮ થી ૧૦-૩૦ વાગ્‍યા દરમિયાન સમરસેટ પાર્ક પેલેસ ખાતે યોજાશે. તેવું IHCNJ પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલની યાદી જણાવે છે.

(9:41 am IST)