મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

કેન્દ્ર સરકાર હવે દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવાશે

તમામ કાર્યાલયો, જાહેર સ્થળોમાં આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવાશે: ગૃહમંત્રાલયે તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના વિભાગોને લખ્યો પત્ર

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા પત્ર અનુસાર, દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવશે. આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર કરવાનો છે. તેમણે જણાવ્યું કે, આતંકવાદને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી કઇ કઇ યોજનાઓ ચલાવવામાં આવી છે. આ સિવાય તેમણે જણાવ્યું કે, તેમની એક ભૂલ કઇ રીતે રાષ્ટ્રીય સમસ્યા બની શકે છે. કેન્દ્રનું માનવું છે કે, જો યુવા યોગ્ય રસ્તે આવી ગયા તો આતંકવાદ આપોઆપ ખતમ થઇ જશે. સામાન્ય લોકોના દુઃખ અને મુશ્કેલીઓને સામે લાવવી અને તે બતાવવું કે કેવી રીતે રાષ્ટ્રીય હિત માટે નુકસાન કારક છે.

પત્રમાં જણાવાયું છે કે, તમામ કાર્યાલયો, જાહેર સ્થળોમાં આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવાશે. આ સિવાય ડિજીટલ અને સોશિયલ પ્લેટફૉર્મના માધ્યમથી આતંકવાદ વિરોધી સંદેશને પણ પ્રસારિત કરી શકાય છે. કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં 21 મેના રોજ શનિવાર હોવાને લઇને રજા રહેશે. તેવમાં 20 મેના રોજ શપથ અપાવી શકાય છે. જોકે, રાજ્ય સરકારની ઓફિસો અને જ્યાં શનિવારે રજા નથી ત્યાં 21 મેના રોજ જ શપથ લેવડાવવામાં આવે.

(8:45 pm IST)