મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

Elon Muskએ ટ્વીટરની ડીલ હાલ પૂરતી મોકૂફ રાખી: થોડાક દિવસો પછી તેમણે ટ્વિટરની ખરીદવાની ઓફર આપીને પુરી દુનિયાને ચોંકાવી દીધા હતા

એલન મસ્ક ટ્વિટરના મોટા શેરહોલ્ડર્સમાંથી એક છે: તેમની પાસે ટ્વિટરની 9.2 ટકા ભાગીદારી છે

નવી દિલ્હી: ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ 13 મેના રોજ જણાવ્યું કે ટ્વિટરને હસ્તગત કરવાની ડીલ, જે ગયા મહિને જાહેર કરવામાં આવી હતી, તેને અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે.

મસ્કએ જણાવ્યું હતું કે આ સોદો ત્યાં સુધી અટકાવી દેવામાં આવ્યો છે જ્યાં સુધી એ ન ખબર પડી જાય કે સ્પેમ અથવા નકલી એકાઉન્ટ માઇક્રોબ્લોગિંગ સાઇટના કુલ યૂઝર્સ બેઝના પાંચ ટકાથી ઓછાનું પ્રતિનિધિત્વ કરે છે. મસ્કે ગયા મહિને કહ્યુ હતુ કે, ટ્વીટર સાથે 44 અરબ ડૉલરની ડિલ પર તે પહોંચી ગયો છે.

એલન મસ્ક ટ્વિટરના મોટા શેરહોલ્ડર્સમાંથી એક છે. તેમની પાસે ટ્વિટરની 9.2 ટકા ભાગીદારી છે. આ મહિને તેમણે ટ્વિટરની મોટી ભાગીદારી ખરીદવાની જાણકારી આપી હતી. તેના થોડાક દિવસો પછી તેમણે ટ્વિટરની ખરીદવાની ઓફર આપીને પુરી દુનિયાને ચોંકાવી દીધા હતા.

એલન મસ્કે 14 એપ્રિલે રેગુલેટરી ફાઇલિંગમાં ટ્વિટરની પુરી 100 ટકા ભાગીદારી 54.20 ડોલર પ્રતિ શેરના ભાવ પર ખરીદવાની જાણકારી આપી હતી. સાથે કહ્યું હતું કે આ સોશિયલ મીડિયા કંપનીમાં ફેરફારની જરૂર છે.

 

(5:48 pm IST)