મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

દિલ્હીમાં હાહાકાર :મુંડકા મેટ્રો સ્ટેશન પાસે કોમર્શિયલ બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા 16 લોકોના કરૂણમોત

ફાયર બ્રિગેડના 24 બંબા ઘટનાસ્થળે પહોંચ્યા : ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે 16 લોકોના મૃતદેહ મળ્યા

નવી દિલ્હી :  પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 16 લોકોના મોત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ 4.40 કલાકે મળી હતી, ત્યારબાદ 24 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. રાત્રે લગભગ આઠ વાગ્યા સુધી આગ ઓલવવાની કામગીરી ચાલી રહી હતી. દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

આજે સાંજે 4.45 કલાકે એક ઓફિસમાં આગ લાગવાની ઘટના સંબંધિત પોલીસ સ્ટેશન મુંડકામાં એક પીસીઆર કોલ આવ્યો હતો. આ કોલની જાણકારી પોલીસને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને બચાવા લાગી ગયા. પોલીસ અધિકારીઓએ બ્લિડીંગની બારીઓના કાચ તોડીને લોકોને બહાર નિકાળ્યા હતા અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. 

(10:32 pm IST)