મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

આગામી સપ્તાહે માર્કેટમાં આવશે કોરોનાની દવા 2-DG :જૂનથી DRDO દરરોજ 1 થી 2 લાખ 2-DG તૈયાર કરશે

ત્રણ મહિનામાં 850 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે : અઠવાડિયામાં દિલ્હીને વધુ 500 ICU બેડ મળી જશે: DRDO કુલ 1000 બેડ બનાવશે

નવી દિલ્હી : કોરોના રોગચાળા સામે ચાલી રહેલી લડાઇમાં DRDO સંક્રિય છે તે અંગે DRDOનાં ચેરમેન ડો.જી. સતિષ રેડ્ડીએ દિલ્હીમાં ICU બેડ સંકટ, ઓક્સિજનની અછત વિશે વાત કરી. આ સાથે જ ડો.સતિષ રેડ્ડીએ DRDO દ્વારા બનાવેલી કોરોનાની 2-DG દવા વિશે પણ વાત કરી અને કહ્યું હતું કે આવતા અઠવાડિયા સુધીમાં તેનું પહેલું શિપમેન્ટ બજારમાં આવી જશે.

દિલ્હીમાં ICU બેડ વિશે વાત કરતા ડો.જી. સતિષ રેડ્ડીએ જણાવ્યું કે, આગામી એક અઠવાડિયામાં દિલ્હીને વધુ 500 ICU બેડ મળી જશે. DRDOએ કુલ 1000 બેડ આપવાની વાત કરી હતી. તેમાંથી 500 બેડની હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે.

DRDOએ કોરોનાની દવા 2-DG વિશે પણ જણાવ્યું, જેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

એવું જણાવવામાં આવ્યું છે કે તે આવતા અઠવાડિયા સુધીમાં તે માર્કેટમાં પણ આવી જશે. ડોક્ટર જી.સતીશ રેડ્ડીએ જણાવ્યું કે આવતા અઠવાડિયે સોમવાર અથવા મંગળવાર સુધીમાં, 2-DG દવાઓની પહેલી ખેપ બજારમાં આવશે. આ પછી, મે મહિનાનાં અંતિમ સપ્તાહમાં, બજારમાં બીજી ખેપ આવી જશે. રેડ્ડીએ જણાવ્યું કે જૂનથી DRDO દરરોજ 1 થી 2 લાખ 2-DG તૈયાર કરવાનું શરૂ કરશે. દવા બનાવવા માટે DRDOએ ડો. રેડ્ડી લેબ સાથે સહયોગ કર્યો છે.

દેશના ઘણા રાજ્યો હાલમાં મેડિકલ ઓક્સિજન સંકટ સાથે ઝઝૂમી રહ્યા છે. તેને પહોંચી વળવા માટે, આગામી ત્રણ મહિનામાં 850 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે.DRDOનાં ચેરમેન ડો જી સતીષ રેડ્ડીએ આ જણાવ્યું, તેમાંથી 500 ઓક્સિજન પ્લાન્ટનાં નાણા પીએમ કેયર્સ ફંડમાંથી આવવાના છે. અન્ય પ્લાન્ટ માટે ઘણા ઉદ્યોગો પણ સાથે આવ્યા છે.

(12:42 am IST)